મિત્રોએ પત્ની વિષે કરી અશ્લીલ વાતો- પતિએ પાવડાથી બનેના ટુકડા-ટુકડા કરી નાખ્યા

એક જ ગામમાં રહેતા ચાર મિત્રો બેઠા હતા અને દારૂ પીતા હતા, એવામાં બે ભાઈઓએ એકની પત્ની પર અશ્લીલ ટિપ્પણી કરી હતી. મામલો એટલો ખરાબ થયો કે બે મિત્રો ભેગા મળ્યા અને બીજા બે ભાઈઓને પાવડા વડે મારી નાખ્યા અને શબને શેરડીના ખેતરમાં ફેંકી દીધો. ગુરુવારે છ દિવસ બાદ પોલીસે આ કેસનો ખુલાસો કર્યો હતો. આ સનસનાટીભર્યા ઘટના ઉત્તર પ્રદેશના બિજનનોરની છે.

બિજનનોર પોલીસે બંને ભાઈઓની હત્યાનો હુલાસો કરતાં હત્યાના આરોપી અંકિત અને તેના મિત્ર સલમાનની ધરપકડ કરી હતી. અંકિતની પત્ની વિશે અશ્લીલ ટિપ્પણી કર્યા પછી, અંકિતે તેના મિત્ર સાથે મળીને પાવડાથી બંને ભાઇઓની હત્યા કરી હતી.

12 જાન્યુઆરીએ ગંગા વાલા ગામના બકપુરના રહેવાસી બે ભાઇ શુભમ અને આશિષ જંગલમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. બંને ભાઈઓ 10 જાન્યુઆરીથી ગુમ હતા. 11 જાન્યુઆરીએ બંને ભાઇઓના ગાયબ હોવાનો અહેવાલ દાખલ કરાયો હતો. ત્યારબાદથી પરિવાર અને પોલીસ તેમની શોધમાં હતા.

જ્યારે બંનેની શોધખોળ શરૂ કરવામાં આવી ત્યારે બંને ભાઈઓની લાશ જંગલમાં શેરડીના ખેતરમાં મળી આવી હતી. બંનેના મૃતદેહ મળ્યા બાદ પોલીસ વિભાગમાં હંગામો મચી ગયો હતો. પોલીસે લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને કેસની તપાસ શરૂ કરી હતી.

ગુરુવારે આ કેસનો ખુલાસો કરતી વખતે પોલીસે જણાવ્યું હતું કે ગામના અંકિત અને સલમાન બંનેએ પહેલા મૃતક આશિષ અને શુભમ સાથે દારૂ પીધો હતો ત્યારબાદ ઝઘડો થયો ત્યારે બંનેની હત્યા કરી હતી. દારૂ પીતી વખતે આશિષે અંકિતની પત્ની વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી, આ વાતથી ગુસ્સે ભરાયો હતો કે અંકિતે તેના મિત્ર સલમાન સાથે મળીને આશિષ અને શુભમને તેમની ટ્યુબવેલ પર પડેલા પાવડા વડે કાપીને હત્યા કરી હતી.

હત્યા કર્યા પછી, તેઓએ મૃતદેહને કારમાં મૂકી અને શેરડીનાં ખેતરમાં મૂકી દીધા જેથી પોલીસને તેમના પર શંકા ન થાય. તપાસ બાદ પોલીસે હત્યામાં વપરાયેલ પાવડો અને કાર સાથે અંકિત અને તેના મિત્ર સલમાન બંનેની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *