એક 38 વર્ષના વ્યક્તિએ બે વર્ષ સુધી ગર્લફ્રેન્ડને કેદમાં રાખી અને રોજ બળાત્કાર કર્યો. હાલમાં જ છોકરી એ against my will નામના એક પુસ્તકમાં આ વાતનો ખુલાસો કર્યો છે. તેણે પોતાની સાથે બનેલી આ દર્દ ભરી ઘટનાને દુનિયા સામે રાખી છે. છોકરીએ કહ્યું કે તેને પોતાના જ ઘરમાં કેદ કરવામાં આવી હતી. 26 વર્ષની સોફી ઇંગ્લેન્ડના વેલ્સ ની રહેવાસી છે. સોફી Asperger સિન્ડ્રોમથી પીડિત હતી. તેના કારણે તે વ્યક્તિ સમાજમાં વાતચીત કરવામાં મુશ્કેલી થાય છે.
સોફી ને મેથ્યુ નામના વ્યક્તિએ કેદ કરી લીધી હતી. સોફી એ પુસ્તકમાં લખ્યું છે કે મેથ્યુ ક્યાં સુધી તે બળાત્કાર ન કરે ત્યાં સુધી તેને ખાવા-પીવાનું આપતો ન હતો. સોફીએ ડર ની લાગણી વ્યક્ત કરતાં કહ્યું કે મેથ્યુ બદલો લેવા માટે તેના પર ફરીથી હુમલો કરી શકે છે. ઘટનાની શરૂઆત ત્યારે થઇ જ્યારે સોફી ૧૭ વર્ષની હતી. સોફી એ પુસ્તકમાં લખ્યું છે કે કાયમ તેને નગ્ન રાખવામાં આવતી હતી અને બાળકો જેવા કપડાં પહેરાવવામાં આવતા હતા.
લગભગ બે વર્ષ જેટલો સમય કેદમાં રહ્યા બાદ આખરે જુલાઈ 2012માં સોફી કેદમાંથી ભાગવામાં સફળ રહી હતી. તેના એક વર્ષ બાદ મેથ્યુ એ કોર્ટમાં કબૂલ કરી લીધું હતું કે તેણે ખોટી રીતે સોફીને કેદમાં રાખી હતી. ગુનો કબૂલી લીધા બાદ એક સમજૂતી મુજબ પ્રોસિક્યુટરે મેથ્યુ ઉપરથી રેપનો આરોપ હટાવી લીધો હતો. ત્યારબાદ મેથ્યુને અમર્યાદિત સમય માટે મનોચિકિત્સકની હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો હતો. ત્યાં તેને ચાર વર્ષ રાખ્યા બાદ 2018માં તેને છોડી દેવામાં આવ્યો.
સોફી એ જણાવ્યું કે મેથ્યુ છોડી દેવામાં આવ્યા બાદ તે ખબર સાંભળી તેને ઝટકો લાગ્યો હતો. સોફિને હવે ડર છે કે મેથ્યુ બદલો લેવા માટે ગમે ત્યારે આવી શકે છે અને બીજી વખત હુમલો કરી શકે છે. સોફી ને બાળપણમાં જ ખાવા ની સમસ્યા અને ડિપ્રેશનથી હેરાન હતી અને ડરના કારણે તે ઘરની બહાર ખૂબ ઓછું નીકળતી હતી. આ દરમિયાન મેથ્યુ સાથે તેની મુલાકાત થઈ. મેથ્યુએ સોફીને તેના માતાપિતાથી અલગ કરી દીધી અને એક બીજા ઘરમાં રહેવા લાગ્યા.
મેથ્યુ છોકરીના માતાપિતાને પણ ધમકી આપતો હતો. મેથ્યુ કહેતો હતો કે જો તે વાત નહીં માને તો પેરેન્ટ્સને મારી નાખશે. સોફી એ કહ્યું કે તે એક જંગલી જનાવરની જેમ વ્યવહાર કરતો હતો. મેથ્યુ સાથે જોડાયેલા અપરાધની સજા સંભળાવતા એક જજે કહ્યું હતું કે તે તમામ મહિલાઓ માટે ભયજનક છે. તેમજ મનોચિકિત્સક હોસ્પિટલ માં ચાર વર્ષ સુધી રહ્યો હતો અને છૂટયા બાદ ન્યાય મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે આવી પરિસ્થિતિમાં છોડવામાં આવનાર લોકો ઉપર સામાજિક કાર્યકરો અને ક્લિનિકલ સુપરવાઇઝર નજર રાખે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.