39 વર્ષ બાદ આજે ચુકાદાની શકયતા, ફૂલન દેવીએ કર્યો હતો આ મોટો કાંડ

કાનપુરના બેહમઈ ગામમાં 39 વર્ષ પહેલા થયેલા હત્યાકાંડમાં સેશન કોર્ટ શનિવારે ચુકાદો આપી છે. અગાઉ આ કેસમાં 6 જાન્યુઆરીએ ચુકાદો આવવાનો હતો. જોકે ત્યારે બચાવ…

કાનપુરના બેહમઈ ગામમાં 39 વર્ષ પહેલા થયેલા હત્યાકાંડમાં સેશન કોર્ટ શનિવારે ચુકાદો આપી છે. અગાઉ આ કેસમાં 6 જાન્યુઆરીએ ચુકાદો આવવાનો હતો. જોકે ત્યારે બચાવ પક્ષે દલીલ કરવા માટે કોર્ટ પાસે સમય માંગ્યો હતો. બાદમાં કોર્ટે ચુકાદાની તારીખ 18 જાન્યુઆરી નક્કી કરી હતી અને દલીલ કરવા માટે વકીલોને 16 જાન્યુઆરી સુધીનો સમય આપ્યો હતો.એટલા માટે આજે કોઈ ચુકાદો આવી શકે છે.

જણાવી દઈએ કે ફૂલનદેવી સામુહિક બળાત્કારની ઘટનાનો ભોગ બની ચુકી હતી.ત્યાર બાદ તેણે આ રૂપ ધારણ કર્યું હતું એવું માનવામાં આવે છે.

14 ફેબ્રુઆરી 1981એ ફૂલને તેના 35 સાથીઓને સાથે લઈને બેહમઈના 26 લોકો પર 5 મિનટમાં અઢળક ગોળીઓ વરસાવી હતી. તેમાં 20 લોકો ના મૃત્યુ થયા હતા. ફૂલન દેવી પોતે જ મુખ્ય આરોપી હતી. જોકે તેના મૃત્યુ બાદ તેનું નામ કેસ માંથી હટાવવામાં આવ્યું હતું. ત્યારબાદ 5 આરોપીઓ શ્યામ બાબૂ, ભીખા, વિશ્વનાથ, પોશા અને રામ સિંહ પર કેસ ચલાવવામાં આવ્યો હતો. તેમાંથી રામ સિંહનું 13 ફેબ્રુઆરી 2019ના રોજ જેલમાં મોત થયું હતું. પોશા જેલમાં છે. ત્રણે આરોપીઓ જામીન પર છે.

ફૂલને 1983માં આત્મસમર્પણ કર્યું, 2001માં હત્યા કરવામાં આવી

બેહમઈ હત્યાકાંડની મુખ્ય આરોપી ફૂલન દેવી હતી. તેણે 1983માં મધ્યપ્રદેશમાં સરેન્ડર કર્યું હતું. 1993માં ફૂલન જેલની બહાર આવી. બાદમાં મિર્ઝાપુર લોકસભા સીટ પરથી તે બે વખત સપાની ટિકિટ પર સાંસદ બની હતી. 2001માં શેર સિંહ રાણાએ ફૂલનની દિલ્હીમાં હત્યા કરી હતી. બાદમાં ફૂલનનું નામ કેસમાંથી હટાવવામાં આવ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *