પ્રયાગરાજમાં મહાકુંભનો શુભારંભ: પહેલાં સ્નાનમાં 60 લાખ શ્રદ્ધાળુઓએ ડુબકી લગાવી; 20 દેશથી આવ્યાં ભક્તો

Mahakumbh 2025: યુપીના પ્રયાગરાજમાં આજથી મહાકુંભ મેળો શરૂ થઈ ગયો છે. આ ઐતિહાસિક ઘટનામાં, ભારત અને વિદેશના કરોડો ભક્તો પોતાની શ્રદ્ધા (Mahakumbh 2025) સાથે ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ પર પહોંચ્યા છે. આ વખતે મહાકુંભમાં 40 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ ભાગ લે તેવી આશા છે. આજે પહેલું શાહી સ્નાન છે, આ પહેલા પણ સંગમ ખાતે ભક્તો ભેગા થવા લાગ્યા છે.

સંગમ તટ ‘જય ગંગા મૈયા’ અને ‘હર હર મહાદેવ’ના નારાથી ગુંજી ઉઠ્યો
સૂર્યની પહેલી કિરણ સાથે, સંગમ તટ ‘જય ગંગા મૈયા’ અને ‘હર હર મહાદેવ’ના નારાથી ગુંજી ઉઠ્યો છે. ભગવાન સૂર્યને જળ અર્પણ કરીને, ભક્તો ભારતની પ્રાચીન પરંપરાઓનું હૃદયપૂર્વક પાલન કરીને આશીર્વાદ મેળવી રહ્યા છે. આજે સવારે 8:00 વાગ્યા સુધી લગભગ 40 લાખ ભક્તોએ આસ્થાપૂર્વક સ્નાન કર્યું હતું. મહાકુંભ 26મી ફેબ્રુઆરી સુધી ચાલશે. અહીં ભક્તો માટે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક અનુભવનો અનોખો સમન્વય હશે. ભક્તોની સુવિધા માટે બોટ ભાડાના દરનું બોર્ડ લગાવવામાં આવ્યું છે.

મહાકુંભમાં પ્રથમ વખત ‘અંડરવોટર ડ્રોન’ તૈનાત
સ્નાન ઘાટ પર શ્રદ્ધાળુઓની સુરક્ષાને પ્રાધાન્ય આપતા, મહાકુંભમાં પ્રથમ વખત ‘અંડરવોટર ડ્રોન’ તૈનાત કરવામાં આવ્યું છે, જે 24 કલાક પાણીની અંદરની તમામ ગતિવિધિઓ પર નજર રાખવામાં સક્ષમ છે. પોષ પૂર્ણિમા સ્નાન સાથે મહાકુંભનો પ્રારંભ થયો છે. આ દિવ્ય અવસરે ભક્તોએ ત્રિવેણી સંગમમાં શ્રધ્ધાપૂર્વક સ્નાન કરી પુણ્ય પ્રાપ્ત કર્યું હતું. રવિવારે લગભગ 50 લાખ શ્રદ્ધાળુઓએ સંગમમાં સ્નાન કર્યું હતું.

પ્રયાગરાજ મહાકુંભ માટે નિયમિત રોડવેઝ બસ સેવા શરૂ કરવામાં આવી છે
પ્રયાગરાજ મહાકુંભ માટે નિયમિત રોડવેઝ બસ સેવા શરૂ કરવામાં આવી છે. બરેલી ક્ષેત્રના બરેલી, રોહિલખંડ, બદાઉન અને પીલીભીત ડેપોમાંથી 32 બસો તૈનાત કરવામાં આવી છે. બસ બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. પ્રથમ શાહી સ્નાન માટે મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે

સંગમ રેલવે સ્ટેશન પર 12 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી મુસાફરોના પ્રવેશ પર પ્રતિબંધ
પ્રયાગરાજના મુખ્ય રેલવે સ્ટેશનો પર વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. દારાગંજના પ્રયાગરાજ સંગમ રેલવે સ્ટેશન પર 12 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી મુસાફરોના પ્રવેશ પર પ્રતિબંધ છે. પ્રથમ શાહી સ્નાન સમયે ભક્તોની ભીડ જામે છે.

આ નામાંકિત કલાકારોનું પર્ફોમન્સ
આ સાથે 24 થી 26 જાન્યુઆરી દરમિયાન વોટર લેસર શો અને અન્ય પ્રવૃત્તિઓ સાથે ડ્રોન શો પણ યોજાશે. 40 દિવસના આ મેળા દરમિયાન દેશભરના પ્રખ્યાત કલાકારો પરફોર્મ કરશે, જેમાં યુપી દિવસનો પણ સમાવેશ થશે. ગાયક શંકર મહાદેવન 16 જાન્યુઆરીએ ગંગા પંડાલમાં પરફોર્મ કરવાના છે. 24 ફેબ્રુઆરીએ મોહિત ચૌહાણ દ્વારા સમાપન પરફોર્મન્સ આપવામાં આવશે.