Mahakumbh 2025: પ્રયાગરાજમાં મહાકુંભ 2025 આસ્થાના મેળાનો પ્રારંભ થઈ ગયો છે અને રોજો કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આસ્થાના સંગમમાં ડૂબકી લગાવવા માટે આવી રહ્યા છે. સૌથી પહેલા મંગળવારે અખાડામાં અમૃત સ્નાન કરવામાં આવ્યુ. જે બાદ સાધુ સંતોથી (Mahakumbh 2025) લઈને આમ સામાન્ય જનતા સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી ચુક્યા છે. મહાકુંભમાં નાગા સાધુઓનો પણ જમાવડો જોવા મળી રહ્યો છે. સૌપ્રથમ મહાકુંભમાં શાહી સ્નાન આ નાગા સાધુઓ જ કરે છે ત્યારબાદ જ વિવિધ અખાડાના સંતો મહંતો સ્નાન કરે છે જે બાદ સામાન્ય લોકોને સંગમમાં સ્નાન કરવાની પરવાનગી હોય છે.
જીવિત રહેતા કરે છે પિંડદાન
નાગા સાધુ જીવતાજીવ જ પોતાનું પિંડદાન અને અંતિમસંસ્કાર કરી ચુક્યા હોય છે. તેમને જ્યારે દિક્ષા આપવામાં આવે છે ત્યારે જ તેઓ તેમની મૂળ ઓળખને મારી ચુક્યા હોય છે અને આથી જ તેઓ ખુદનું જ પિંડદાન અને શ્રાદ્ધ તર્પણ કરી નાખે છે. ત્યારે હાલ સહુ કોઈના મનમાં એક જ સવાલ છે કે પહેલા જ પોતાના અંતિમ સંસ્કાર કરી ચુકેલા આ સંન્યાસીઓની અંત્યેષ્ટીની વિધિ શું હોય છે. હિંદુ ધર્મ અનુસાર, જન્મથી મૃત્યુ સુધી વિવિધ સંસ્કારોનું પાલન કરવામાં આવે છે અને તેમાં અંતિમ સંસ્કારનું પણ મહત્વ છે. સામાન્ય લોકોના અંતિમ સંસ્કાર અગ્નિસંસ્કાર દ્વારા કરવામાં આવે છે. પરંતુ નાગા સાધુઓ પહેલા જ પોતાના શરીરનું પિંડદાન કરી ચુક્યા હોય છે. તો તેમની અંતિમ વિધિ કેવી રીતે કરવામાં આવે છે, ચાલો તમને જણાવીએ.
મૃત્યુ પછી નાગા સાધુની સમાધિ કરવામાં આવે છે
જુના અખાડાના કોટવાલ અખંડાનંદ મહારાજ જણાવે છે કે મૃત્યુ પછી નાગા સાધુની સમાધિ લગાવવામાં આવે છે. જળ સમાધિ હોય કે ભૂ સમાધિ, તેમના અગ્નિસંસ્કાર નથી થતા. અખંડાનંદ મહારાજે જણાવ્યું કે નાગાની ચિતા પ્રગટાવવામાં આવતી નથી અને આવુ કરવાથી અનેક પ્રકારના દોષ લાગે છે. આનું કારણ જણાવતાં મહારાજે કહ્યું કે એક નાગા સાધુ પોતાનું જીવન પહેલા જ સમાપ્ત કરી ચુક્યા હોય છે અને આથી જ પિંડ દાન કર્યું હોય છે, ત્યારે જ તે નાગા સાધુ બની શકે છે.
સિદ્ધ યોગ મુદ્રામાં બેસાડી ભુ સમાધિ આપવામાં આવે છે
પહેલા નાગા સાધુઓને જળ સમાધિ આપવાની પરંપરા હતી. પરંતુ નદીઓના પ્રદૂષણને ઓછું કરવા માટે હવે જલ સમાધિને બદલે નાગા સાધુને સિદ્ધ યોગ મુદ્રામાં બેસાડી ભુ સમાધિ આપવામાં આવે છે. તેનું કારણ એ છે કે ભૂ-સમાધિ લીધા પછી નાગા મોક્ષ પ્રાપ્ત કરે છે અને જીવન અને મરણના ચક્રમાંથી મુક્ત થાય છે. આ સમાધિ પહેલા, હિંદુ ધર્મ અનુસાર, તેમના મૃત શરીરને સ્નાન કરાવવામાં આવે છે અને પછી મંત્રોચ્ચાર સાથે ભૂ-સમાધિ આપવામાં આવે છે.
મૃત શરીર પર ભગવા વસ્ત્ર મુકવામાં આવે છે
મૃત્યુ પછી, નાગા સાધુના મૃત શરીર પર ભગવા વસ્ત્ર મુકવામાં આવે છે. તેમને ભસ્મ લગાવવામાં આવે છે. જે તેમની આધ્યાત્મિક સાધનાનું પ્રતીક છે. તેમના મોંમાં ગંગાજળ અને તુલસીના પાન પણ રાખવામાં આવે છે. આ પછી જ, ભૂ-સમાધિ આપવામાં આવે છે, અને તે સમાધિ સ્થાન પર સનાતની નિશાની પણ બનાવવામાં આવે છે જેથી કોઈ તે સ્થાનને પ્રદૂષિત ન કરી શકે. નાગા સાધુઓને પણ ધર્મના રક્ષક માનવામાં આવે છે, તેથી જ તેમને એક યોદ્ધાની જેમ સંપૂર્ણ માન-સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવે છે.
નાગા સાધુની અંતિમ ઈચ્છાનું પણ રખાય છે ધ્યાન
નાગા સાધુઓની ભૂ-સમાધિ દરમિયાન, એક ખાડો ખોદવામાં આવે છે, તે ખાડાની ઊંડાઈ અને કદ મૃત સાધુના પદ અનુસાર નક્કી કરવામાં આવે છે. આ પછી, મંત્રોચ્ચાર અને પૂજા-પાઠ સાથે, નાગા સાધુને બેસાડવામાં આવે છે અને તેને માટીથી ઢાંકવામાં આવે છે. જો કોઈ નાગા સાધુ જળ સમાધિની અંતિમ ઈચ્છા વ્યક્ત કરીને ગયા હોય તો તેમને કોઈપણ પવિત્ર નદીમાં પણ સમર્પિત પણ કરવામાં આવે છે. ઘણી વખત અખાડાની પરંપરા અનુસાર પણ નાગા સાધુના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. નાગા પરંપરા અનુસાર, એવું માનવામાં આવે છે કે તેમનું શરીર પંચમહાભૂત પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશના પાંચ તત્વોથી બનેલું છે અને મૃત્યુ પછી આ તત્વોને તેમના શરીરમાં સમાવી લેવા જોઈએ. આવી સ્થિતિમાં, નાગા સાધુઓને તેમના મૃત્યુ પછી જમીન સમાધિ અથવા જળ સમાધિ આપવાની પરંપરા છે.
આ રીતે અઘોરીના અંતિમ સંસ્કાર થાય છે
અઘોરી વિશે એવુ કહેવામાં આવે છે કે તે ધર્મની રક્ષા માટે સૌથી આગળ ઊભા જોવા મળે છે. એવુ કહેવામાં આવે છે કે જ્યારે અઘોરી સાધુનું મૃત્યુ થાય છે, ત્યારે તેમના શરીરના અગ્નિ સંસ્કાર કે દફનાવવામાં આવતું નથી. અઘોરીના મૃત્યુ બાદ તેમને પદ્માસનમાં બેસાડી સમાધી આપવામાં આવે છે જેમાં માથું નીચે અને પગ ઉપર એમ રાખવામાં આવે છે. આ મૃતદેહને સવા મહિના સુધી રાખવામાં આવે છે. જેથી મૃતદેહમાં કીડા પડી જાય છે અને તે સડી જાય છે.સવા મહિના પછી મૃતદેહને બહાર કાઢી માથા સિવાય બાકીના શરીરને ગંગામાં ડૂબાડી દેવામાં આવે છે. આમ કરવા પાછળની માન્યતા છે કે અઘોરીના પાપ ગંગામાં ધોવાઈ જોય છે. અઘોરીની ખોપરીની 40 દિવસ સુધી ક્રિયા કરવામાં આવે છે. 40 દિવસની વિધી પછી ખોપરીમાં દારુ નાખવામાં આવે છે. ત્યારે ખોપરી ઉછળવા લાગે છે. જેથી તેને સાંકળોથી બાંધી રાખવી પડે છે.અઘોરીની ખોપરીમાં દારુ નાખતાની સાથે જ ઉછળવા લાગે છે. તેમજ તે અઘોરીએ કરેલી તમામ તંત્ર સાધના અને તંત્ર ક્રિયા અંગે બોલવા લાગે છે. ત્યારબાદ તે જ ખોપરી સામેથી દારુ પણ માગે છે. ( આ તમામ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવેલી છે. આ માહિતી અંગે ત્રિશુલ ન્યુઝ પુષ્ટી કરતું નથી. )
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App