એવું શું છે સ્ટીવ જોબ્સના 50 વર્ષ પહેલા કુંભ પર લખેલો પત્રમાં? જે રૂ 4.32 કરોડમાં વેચાયો

Steve Jobs letter: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનો પ્રારંભ થઈ ગયો છે. મહાકુંભના પહેલા અમૃત (શાહી) સ્નાનમાં મંગળવારે 3.5 કરોડ શ્રદ્ધાળુઓએ પવિત્ર નદીમાં આસ્થાની ડુબકી (Steve Jobs letter) લગાવી હતી. મહાકુંભમાં દેશ-વિદેશથી મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે. જેમાં રશિયા, બ્રાઝિલ, સાઉથ આફ્રિકા, ઈટલી, જર્મની સહિતના દેશોમાં ભક્તો આવી રહ્યા છે અને ત્રિવેણીમાં ડુબકી લગાવી રહ્યા છે. ત્યારે એપલના દિવંગત કો-ફાઉન્ડર સ્ટીવ જોબ્સના પત્ની લોરેન પોવેલ જોબ્સ પણ પ્રયાગરાજ પહોંચ્યા છે. એવામાં તેમના પતિ સ્ટીવ જોબ્સએ 50 વર્ષ પહેલા કુંભના મેળાને લઈને લખેલો પત્ર ચર્ચામાં આવ્યો છે, જે એક હરાજી દરમિયાન 4.32 કરોડ રૂપિયામાં વેચાયો છે.

1974માં લખ્યો હતો પત્ર
સ્ટીવ જોબ્સના આ પત્રની જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. લોકોએ જાણવા માંગે છે કે, સ્ટીવ જોબ્સે આ પત્રમાં કુંભના મેળાને લઈને એવું તો શું લખ્યું હતું કે જે હરાજીમાં 4.32 કરોડ રૂપિયામાં વેચાયો છે? તો આપને જણાવી દઈએ કે, Apple Co-Founder દિવંગત સ્ટીવ જોબ્સે કુંભને લઈને આ પત્ર 1974માં લખ્યો હતો, આ પત્ર તેમણે તેમના 19મા જન્મદિવસ પહેલા લખ્યો હતો.

હાથથી લખેલા આ પત્રમાં સ્ટીવ જોબ્સની ભારત અને આધ્યાત્મિકતા પ્રત્યેની રુચી જોવા મળી રહી છે. આ પત્રમાં તેમણે તેમની ભાવના અને ભારતમાં યોજાનારા કુંભના મેળામાં જવાની તેમની યોજના વિશે જણાવ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમણે આ પત્ર તેમના નાનપણના મિત્ર ટિમ બ્રાઉનને મોકલ્યો હતો.

પત્રની કરાઈ હરાજી
સ્ટીવ જોબ્સ દ્વારા હાથથી 50 વર્ષ પહેલા લખવામાં આવેલા પત્રની જ્યારે હરાજી કરાઈ, ત્યારે બોલી લગાવનારાઓની લાઈન લાગી ગઈ હતી. આ હરાજીમાં આ પત્રની સૌથી મોટી બોલી 500,312.50 ડોલર (4.32 કરોડ રૂપિયા)ની લગાવવામાં આવી હતી, એક વ્યક્તિએ 500,312.50 ડોલરની બોલી લગાવીને આ પત્રને ખરીદી લીધો હતો. આપને જણાવી દઈએ કે, સ્ટીવ જોબ્સ દ્વારા લખાયેલો આ પહેલો પત્ર છે જે હરાજીમાં વેચવામાં આવ્યો છે.

પત્રમાં શું લખ્યું હતું?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ પત્રમાં સ્ટીવ જોબ્સએ લખ્યું હતું કે, ”હું એપ્રિલ મહિનાથી ભારતમાં શરૂ થનારા કુંભના મેળામાં જવા માંગુ છું, હું માર્ચ મહિનામાં ગમે ત્યારે ભારત જઈશ. જોકે, હજું તે નક્કી નથી.” સ્ટીવ જોબ્સે આ પત્ર ‘શાંતિ’ શબ્દની સાથે પૂરો કર્યો હતો. જે તેમનો હિન્દુ ધર્મ પ્રત્યે આધ્યાત્મિક ઝુકાવ દર્શાવે છે. આ પત્રમાં Apple Co-Founder દિવંગત સ્ટીવ જોબ્સે ભારતની તેમની સંભવિત યાત્રાની સાથે સાથે ભારતની સંસ્કૃતિ અને શિક્ષણ વિશે પણ લખ્યું હતું.