સુરત શહેરના પુણા કુંભારીયા રોડ પર આવેલા રઘુવીર ટેક્સટાઇલ માર્કેટમાં આજે વહેલી સવારે ત્રણ વાગ્યે ચોથા માળ પર શોટ સર્કિટને કારણે આગ લાગી હતી. આ આગે જોત જોતામાં ચોથા માળ પર ફેલાઇ ગઇ હતી અને ત્યાર બાદ નીચેના ભાગમાં અને ઉપરના ભાગમાં આવેલી રઘુવીર માર્કેટની તમામ દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ હતી. બનાવ અંગે ફાયર બ્રીગેડને જાણ કરવામાં આવતા ફાયર ફાઈટરો તુરંત ઘટના સ્થળ પર પહોંચ્યા હતા પરંતુ આગનો ફેલાવો જોતા લાશ્કરોએ ફાયરના હેડ ક્વાટર્સમાં જાણ કરી વધુ ગાડીઓ મંગાવી હતી. ફાયરના અધિકારીઓએ બ્રીગેડ કોલ જાહેર કરી અને તમામ સ્ટાફને પુણા રઘુવીર માર્કેટ પર બોલાવી લીધા હતા. સવારે સાડા દસ વાગ્યા સુધી આગ પર કાબુ ન આવતા છ કલાક જેટલા સમયમાં જ રઘુવીર માર્કેટમાં આવેલી તમામ દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ છે.
હવે આ બિલ્ડીંગને સીલ કરી દેવામાં આવશે-સુડા
સુડાના ચેરમેને બંધાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, બિલ્ડીંગમાં ઈલેક્ટ્રીક વાયરીંગ અને બિલ્ડીંગને નોટિસ આપવામાં આવી હતી. 13 દિવસ અગાઉ પણ આગ લાગી હતી. તેમ છતાં ફાયર સેફ્ટીના અભાવના કારણે હવે બિલ્ડીંગને સીલ કરી દેવામાં આવશે.
હજુ સુધી આગ પર કાબૂ મેળવાયો નથી
ફાયર બ્રીગેડની કુલ 76 જેટલી ગાડીઓ રઘુવીર માર્કેટ પહોંચી હતી, ઉપરાંત ત્રણ હાઇડ્રોલિક પ્લેટફોર્મને પણ બોલાવીને સાત માળની આ માર્કેટના તમામ ફ્લોર પર આવેલી દુકાનો અને ગોડાઉનોમાં પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. પરંતુ સવારે નવ વાગ્યા સુધી એટલે કે સતત આઠ કાલક સુધી લાખો લિટર પાણીનો મારો ચલાવ્યાથી પણ આગ પર કાબુ મેળવી શકાયો ન હતો.
થોડા દિવસો પહેલા પણ રઘુવીર માર્કેટમાં આગ લાગી હતી
રઘુવીર માર્કેટ ખાતે પંદર દિવસ પહેલા પણ આગ લાગવાની ઘટના બની હતી અને ત્યારે લાશ્કરોએ તુરંત આગ પર કાબુ મેળવી લીધો હતો. જો કે, આ ઘટનામાંથી કોઇ બોધપાઠ લેવાયો ન હતો અને દુર્ઘટના સમયે કેવા પગલા લેવા તેની પણ કોઇને વિગતો અપાઇ નહતી.
દુકાનોની અંદર બનાવાયેલા બિનકાયદેસર સીડી અને ભંડકિયાઓને કારણે વધુ વકરી આગ
પુણા કુંભારીયા રોડ પર આવેલા રઘુવીર માર્કેટ ખાતે બિલ્ડરો પાસેથી દુકાનો ખરીદી અથવા તો ભાડે રાખનારા વેપારીઓ દ્વારા માર્કેટમાં પોતાની દુકાનોમાં ગેરકાયદેસર રીતે લાકડાના દાદરો બનાવી લેવાયા હતા સાથો સાથ ગેરકાયદેસર રીતે ભંડકિયા પણ બનાવ્યા હતા. જેના કારણે આગ પર કાબુ મેળવવામાં ફાયરના લાશ્કરોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
છેક બારોડલી-નવસારીથી ફાયર વિભાગની મદદ લેવાઇ
સુરત મહાનગર પાલિકાના ફાયર બ્રીગેડ પાસે અદ્યતન સાધનો છે તેમ છતાં પણ આગ પર કાબુ ન આવતા આખરે બારડોલી, નવસારી અને પલસાણાના ફાયર સ્ટાફને પણ મદદ માટે સુરત બોલાવાયો હતો. ઉપરાંત હજીરા પટ્ટી પર આવેલી ખાનગી કંપનીઓના ફાયર સ્ટાફની પણ મદદ લેવામાં આવી હતી. જો કે, સવારે નવ વાગ્યા સુધી આ વિકરાળ આગ હજુ સુધી સંપુર્ણ કાબુમાં આવી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.