મહિલાના ઘરમાં ઘુસી પોલીસે આચર્યો દુષ્કર્મ- હવે જનતા જાય તો જાય ક્યા ?

ભારત દેશમાં છેલ્લા થોડા વર્ષોથી બળાત્કાર અને છેડતીની ઘટના સામે આવતી રહે છે. આ ઘટનાઓની સંખ્યા કઈ ઓછી નથી, એક ઘટના આવે ત્યાતો કોઈ બીજા…

ભારત દેશમાં છેલ્લા થોડા વર્ષોથી બળાત્કાર અને છેડતીની ઘટના સામે આવતી રહે છે. આ ઘટનાઓની સંખ્યા કઈ ઓછી નથી, એક ઘટના આવે ત્યાતો કોઈ બીજા સ્થાનેથી પણ બળાત્કારની ઘટના સામે આવી રહી છે. થોડા સમય પહેલા જ પ્રિયંકા કેસમાં સમગ્ર ભારત એકજૂથ થઇ સરકાર સામે લડ્યું હતું. અને સરકારે આરોપીઓને સજા સંભળાવી હતી. અને હાલમાં પણ નિર્ભયાકેસ ખુબ જોરશોરથી ચાલી રહ્યો છે. આવી તો રોજ કેટલી ઘટનાઓ બનતી હોય છે જેની આપણને કોઈ જાણ પણ હોતી નથી.

અહિયાં પણ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક પોલીસ અધિકારી જ બળાત્કારી બની જાય છે. અને મહિલાના ઘરમાં ઘુસી તેની સાથે દુષ્કર્મ આચરે છે. સામાન્ય નાગરિકોની આખરી ઉમીદ પોલીસ અધિકારી હોય છે. પરંતુ આ ઘટના સાંભળી હવે તેમના ઉપર પણ વિશ્વાસ મુકવો આપણને યોગ્ય લાગતું નથી.

સામાન્યતઃ કોઈ મહિલા કે યુવતી સાથે દુષ્કર્મ કરવામાં આવે તો મદદ માટે લોકો પોલીસ પાસે જતા હોય છે. પરંતુ જ્યારે રક્ષક જ ભક્ષક બની જાય તો પછી કોની પાસે મદદની આશા રાખવી. આવી જ એક ઘટના છત્તીગઢમાં સામે આવી છે, જ્યાં એક મહિલાની એકલતાનો લાભ લઈ પોલીસકર્મીએ તેના ઘરમાં ઘૂસીને બળાત્કાર કર્યો હતો. આ ઘટના છત્તીસગઢના જશપુરની છે. પોલીસે ઘટના અંગે FIR નોંધી લીધી છે, પરંતુ આરોપી પોલીસકર્મીની ધરપકડ હજુ સુધી કરવામાં આવી નથી.

આ ઘટના અંગે પોલીસના જણાવ્યા અનુસાર, જશપુરની બગીચા પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં રહેતી મહિલાએ ફરિયાદમાં નોંધાવ્યું છે કે, 17 જાન્યુઆરીએ તેના ઘરમાં ઘૂસીને એક પોલીસકર્મીએ તેની સાથે બળાત્કાર કર્યો હતો. મહિલાનો આરોપ છે કે, સન્ના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક આપક્ષકે તેની સાથે બળાત્કાર કર્યો હતો. પોલીસે કલમ 376 અને 450 અંતર્ગત આ મામલો નોંધી તપાસ હાથ ધરી છે.

તમને જણાવી દઈએ કે, આરોપી પોલીસનું નામ મહેશ્વર યાદવ છે. મહિલા ઘરમાં એકલી હતી. ત્યારે આ મહેશ્વર યાદવ નામના પોલીસ અધિકારીએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. પતિ ઘરે આવતા મહિલાએ તેને આ ઘટના અંગે જાણકારી આપી હતી. આરોપી પોલીસ ઘરેથી ફરાર થઈ ગયો છે. એક સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવતા કહ્યું હતું કે, આરોપીની ધરપકડ માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *