બજેટ રજુ થતા પેહલા મોદી સરકાર માટે માઠા સમાચાર, 7 વર્ષની મેહનત ગઈ પાણીમાં

ભારતીય અર્થતંત્ર ઉપર મંદીના વાદળો દિવસને દિવસે મંડરાઈ રહ્યા છે અને તે અંગે વિવિધ એજન્સીઓ પણ સતત ચેતવણી આપી રહી છે. એવામાં ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ…

ભારતીય અર્થતંત્ર ઉપર મંદીના વાદળો દિવસને દિવસે મંડરાઈ રહ્યા છે અને તે અંગે વિવિધ એજન્સીઓ પણ સતત ચેતવણી આપી રહી છે. એવામાં ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)એ ભારતના આર્થિક વિકાસના અંદાજમાં ધરખમ ઘટાડો થયો છે તેવું કહ્યું છે અને નાણાંકીય વર્ષ 2019-20માં જીડીપી ગ્રોથ સાત વર્ષના સૌથી નિમ્ન સ્તરે રહેવાની આગાહી કરી છે. માત્ર ભારત જ નહીં IMFએ સમગ્ર વૈશ્વિક અર્થવ્યવસ્થાના વિકાસદરના અંદાજમાં ઘટાડો કર્યો છે અને આ માટે ભારત સહિતના અન્ય વિકાસશીલ દેશોના ધીમા જીડીપી ગ્રોથને જવાબદાર ગણાવ્યો છે.

આર્થિક વિકાસદરમાં 160 પોઇન્ટનો ઘટાડો થયો

IMFએ ફરી એક વખત ભારતના ચાલુ નાણાંકીય વર્ષ 2019-20માટેના આર્થિક વિકાસદરમાં 160 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો છે. IMFએ ચાલુ વર્ષ માટેના જીડીપી ગ્રોથનો અંદાજ અગાઉ 6.1 ટકાથી ઓછ કરી 4.8 ટકા કર્યો છે. IMFનું કહેવું છે કે ઘરેલું માંગ-વપરાશમાં ધારણા કરતા વધુ ઘટાડો નોંધાયો છે. ઉપરાંત નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની (એનબીએફસી) સેક્ટરમાં સર્જાયેલી કટોકટીને લીધે માંગ અને ધિરાણ પ્રવૃત્તિને પણ મરણતોલ ફટકો પડ્યો છે. આ સાથે જે વર્ષ 2020-21 માટેના જીડીપી ગ્રોથનો અંદાજ પણ અગાઉના 7 ટકાના સ્તરેથી 1.20 ટકા ઘટાડીને 5.8 ટકા કર્યો છે.

IMFએ વૈશ્વિક અર્થતંત્રના વિકાસદરના અંદાજમાં પણ ઘટાડો કર્યો

નોંધનિય છે કે, ગત સપ્તાહે સંયુક્ત રાષ્ટ્રસંઘે પણ ભારતીય અર્થતંત્ર અંગે ઉચ્ચારી ચેતવણી હતી. જેમાં સંયુક્ત રાષ્ટ્રસંઘે કહ્યું કે, ભારતનો વિકાસદર 5.0 ટકા રહી શકે છે, જ્યારે અગાઉ 5.7 ટકાના જીડીપીની આગાહી કરી હતી.  વૈશ્વિક અર્થવ્યવસ્થા 2.9 ટકાના દરે વધશે IMFએ વૈશ્વિક અર્થતંત્રના વિકાસદરના અંદાજમાં પણ ઘટાડો કર્યો છે, તેણે સમગ્ર વૈશ્વિક અર્થવ્યવસ્થાનો વિકાસદર વર્ષ 2019માં 2.9 ટકા વર્ષ 2020માં 3.3 ટકા અને વર્ષ 2021માં 3.4 ટકા રહેવાની ધારણા કરી છે. અગાઉની ભવિષ્યની તુલનાએ IMF એ ઉપરોક્ત ત્રણેય વર્ષના જીડીપી ગ્રોથમાં અનુક્રમે 0.1 ટકા, 0.1 ટકા અને 0.2ના ઘટાડો કર્યો છે.

ચીનના વિકાસદરને સુધાર્યો

વૈશ્વિક અર્થતંત્રનો વિકાસદર ઘટાડવા પાછળ ભારત સહિતની અન્ય ઉભરતી અર્થવ્યવસ્થાના ધીમા વૃદ્ધિદરને કારણભૂત ગણાવી છે.  એક બાજુ ભારત સહિત સમગ્ર વિશ્વના વિકાસદરના અંદાજમાં ઘટાડો કર્યો છે તો બીજી બાજુ IMFના વર્લ્ડ ઇકોનોમિક ફોરમે ચીનના ઇકોનોમિક ગ્રોથને સુધર્યો છે અને વર્ષ 2019માં તેની અર્થવ્યવસ્થા 6.1 ટકાના દરે વધવાની આગાહી કરી છે જ્યારે અગાઉ 6 ટકાના વિકાસદરની ભવિષ્યવાણી કરી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *