આપણે ત્રેતા યુગના શ્રવણની વાર્તા તો સાંભળી જ હશે. શ્રવણ પોતાના અંધ મા-બાપ ને કાવડમાં તીર્થ યાત્રા કરવા લઇ ગયો હતો. પરંતુ કળયુગમાં પણ કેટલાક સંતાનો પોતાના મા-બાપની સેવા કરીને શ્રવણની વાર્તા ફરી યાદ કરાવે છે. ગુજરાત કેડરના સીનિયર IPS અધિકારી હથિયારી એકમોના ઇન્ચાર્જ વડા આઇજીપી પિયુષ પટેલે (સોજીત્રા) પોતાના ગાંધીવાદી પિતા સ્વ. પરષોત્તમ ભાઇ પ્રાગજીભાઇ સોજીત્રાની પૂણ્ય સ્મૃતિમાં તેમના વતન અમરેલીના પાડરશિંગા ગામે આકર્ષક પ્રવેશદ્વારની ભેટ ગ્રામજનોને આપી છે. આગામી પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ પ્રવેશદ્વારના લોકાર્પણ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ હાસ્યકલાકાર સાઇરામ દવે તથા જાણીતા લોકસાહિત્યકાર કિર્તીદાન ગઢવીના ડાયરાનું આયોજન કરવામાં આવ્યુ છે.રાષ્ટ્રીય પર્વ ઉપરાંત ધાર્મિક-સામાજિક ત્રણેય પ્રસંગોનો સંગમ રચવામાં આવશે.
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના પાડરશિંગા ગામના વતની ગુજરાત પોલીસ કેડરના સીનિયર આઇપીએસ પિયુષ પટેલના પિતા સ્વ. પરષોત્તમ પ્રાગજીભાઇ સોજીત્રાની યાદમાં ગામના મુખ્ય પ્રવેશદ્વાર પર આકર્ષક ભવ્ય પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યુ છે. આઇપીએસ પિયુષ પટેલના પિતા પાડરશિંગા ગામમાં મોટા થયા હતા, ગાંધીવાદી હતા. ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યા બાદ તેઓએ મોરબીમાંથી એન્જિનિયરિંગ કર્યુ હતું અને ત્યારબાદ તેઓ અમદાવાદ આવ્યા હતા. અમદાવાદ આવી ગયા બાદ પણ સ્વ.પરષોત્તમ ભાઇનો ગામવાસીઓ તેમજ ગામની જે શાળામાં તેઓ ભણ્યા હતા તે શાળાનો અભ્યાસ કરતા બાળકોનો તમામ ખર્ચ તેમણે ઉપાડી લીધો હતો અને ગામની શાળાને દત્તક લઇ લીધી હતી. ગયા વર્ષે જુલાઇ મહિનામાં તેમનું માંદગીના કારણે સ્વર્ગવાસ થયો હતો. ગાંધીવાદી અને રાષ્ટ્રપ્રેમી સ્વ પરષોત્તમ ભાઇ સ્વતંત્ર પર્વ અને પ્રજાસત્તાક દિનની ઉજવણી ગામની શાળામાં ધ્વજવંદન કરીને ઉજવણી કરતા હતા તેમજ પ્રભાતફેરી અને ગામના લોકોને ભોજન પણ અચુક કરાવતા હતા.
પરષોત્તમ ભાઇ સોજીત્રાનું ગયા વર્ષે જુલાઇ મહિનામાં સ્વર્ગવાસ થયા બાદ તેના બીજા જ મહિને રાષ્ટ્રીય પર્વ આવતો હતો પરંતુ આ પર્વ આઇપીએસ પિયુષ પટેલને તેમના પિતા હવે હયાત ના હોવાથી તેમના પિતાની ઇચ્છા પુરી કરવાનું નક્કી કરી લીધુ હતું અને 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન તેમજ ગામના પ્રવેશદ્વાર પર ભવ્ય પ્રવેશદ્વાર બનાવી દીધો હતો. તેનું લોકાર્પણ આગામી 25 અને 26 જાન્યુઆરીના રોજ ગ્રામજનોને સાથે રાખીને આઇપીએસ પિયુષ પટેલ કરવાના છે. આ પ્રસંગે ગ્રામજનો માટે હાસ્ય કલાકાર સાઇરામ દવે અને લોક ગાયક કિર્તીદાન ગઢવીનો ડાયરો રાખવામાં આવ્યો છે. ગામડામાં ડાયરામાં નોટો ઉડતી હોય છે પરંતુ આઇપીએસ પિયુષ પટેલે જે લોકો નોટો ઉછાળવાના બદલે ગામની શાળાને દાન આપે તેવુ આયોજન કર્યુ છે. બે દિવસ ચાલનારા આ કાર્યક્રમમાં પિયુષ પટેલનો સમગ્ર પરિવાર ગામમાં હાજર રહેવાનો છે અને પિતાની ઇચ્છા પ્રમાણે ગામની શાળાનો અને શાળામાં અભ્યાસ કરતા બાળકોનો વિકાસ થાય તેવુ આયોજન પણ કર્યુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.