Agniveer Recruitment 2025: ભારતીય સેનામાં જોડાવા ઇચ્છતા યુવાનો માટે એક મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. આજથી વર્ષ 2025 માટે અગ્નિવીર યોજના અંતર્ગત નવી ભરતી (Agniveer Recruitment 2025) પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ યોજના અંતર્ગત, યુવાનોને ચાર વર્ષ માટે ભારતીય સશસ્ત્ર દળોમાં સેવા આપવાની તક મળશે. આ ભરતીમાં ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારો માટે યોગ્યતા, પસંદગી પ્રક્રિયા, મહત્વપૂર્ણ તારીખો, પગાર અને રજિસ્ટ્રેશન પ્રક્રિયા સહિતની તમામ જાણકારી અહીં મેળવો.
પાત્રતા માપદંડ
શૈક્ષણિક લાયકાત: ઉમેદવારોએ સૂચિત ટ્રેડ મુજબ ધોરણ 8, 10 અથવા 12 પાસ કરેલું હોવું જોઈએ. જનરલ ડ્યુટી જેવી ભૂમિકાઓ માટે, ધોરણ 10 પાસ કરવું ફરજિયાત છે, જેમાં 45% કુલ ગુણ અને દરેક વિષયમાં ઓછામાં ઓછા 33% ગુણ હોવા જોઈએ.
વય મર્યાદા
અગ્નિવીર ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર સામાન્ય રીતે 17.5 થી 23 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
પસંદગી પ્રક્રિયા
કમ્પ્યુટર આધારિત કસોટી (CEE): સૌપ્રથમ, ઉમેદવારોએ બહુવિધ પસંદગીના પ્રશ્નો ધરાવતી લેખિત પરીક્ષા આપવી પડશે.
શારીરિક કસોટી (PET): લેખિત પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોએ શારીરિક કસોટીમાંથી પસાર થવું પડશે. આ કસોટીમાં દોડ, પુલ-અપ્સ અને ઝિગ-ઝેગ બેલેન્સિંગ જેવી શારીરિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
મેડિકલ કસોટી: અંતિમ તબક્કામાં ઉમેદવારની વ્યાપક શારીરિક તપાસ કરવામાં આવશે.
મેરિટ લિસ્ટ: મેડિકલ પરીક્ષા અને સમગ્ર પ્રદર્શનના આધારે અંતિમ પસંદગી માટે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે.
અગ્નિવીર ઓનલાઈન અરજી પ્રક્રિયા: ફોર્મ કેવી રીતે ભરવું?
ભારતીય સેનાની સત્તાવાર વેબસાઇટ joinindianarmy.nic.in પર જાઓ.
લોગિન ઓળખપત્રો મેળવવા માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરો.
હવે લોગિન વિગતોનો ઉપયોગ કરીને અરજી ફોર્મ ઍક્સેસ કરો.
બધી જરૂરી વિગતો દાખલ કરીને SSC પ્રમાણપત્ર, શ્રેણી પ્રમાણપત્ર અને લેટેસ્ટ પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ જેવા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
SBI પોર્ટલ દ્વારા ₹250 + બેંક ચાર્જ ચુકવશો.
છેલ્લે, અરજી ફોર્મ ડાઉનલોડ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટ આઉટ લઈ લો.
મહત્વપૂર્ણ તારીખો અને પગાર
અરજી શરૂ થવાની તારીખ: 12 માર્ચ 2025
અરજી કરવાની છેલ્લી તારીખ: 10 એપ્રિલ 2025
પગાર: અગ્નિવીર તરીકે પસંદ થયેલા ઉમેદવારોને ભથ્થાઓ સહિત દર મહિને ₹30,000 થી ₹40,000ના પગાર પેકેજનો લાભ મળશે.
બે જગ્યાઓ માટે એક ફોર્મ
આ વખતની અગ્નિવીર ભરતી માટે એક મહત્વપૂર્ણ અપડેટ છે – હવે ઉમેદવારો એક જ ફોર્મમાં બે વિવિધ જગ્યાઓ માટે અરજી કરી શકે છે.
શા માટે આ બદલાવ કરવામાં આવ્યો છે?
મોટાભાગના યુવાનો જનરલ ડ્યુટી માટે અરજી કરતા હોવાથી, તે જગ્યાએ સ્પર્ધા વધી જાય છે.
બીજી બાજુ, અન્ય જગ્યાઓ માટે ઓછા ઉમેદવારો હોય છે.
આ બદલાવ યુવાનોને તેમની લાયકાત મુજબ બે જગ્યાઓ માટે એકસાથે અરજી કરવાની સુવિધા આપશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App