હાલ ગુજરાતમાં શિક્ષણની પરીસ્થિતિ કેવી છે, એ તમે જાણતા જ હશો. એમાં વળી એક એવી ઘટના સામે આવી છે કે જેને જાણી તમે ચોંકી જશો. બાળકો અભ્યાસ માટે કેવા કેવા મોતના મુખમાં જાય છે તેવી એક ઘટના સામે આવી છે. શાળાના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે મોતના દરવાજા રૂપી એક પાતળી પટ્ટી પરથી પસાર થવું પડી રહ્યું છે.(સાંકેતિક તસ્વીર)
ગુજરાતના માલપુર તાલુકાની ભાથીજીના મુવાડા પ્રાથમીક શાળા, અણીયોલ પ્રાથમીક શાળા અને ઉભરાણ હાઇસ્કૂલમાં અભ્યાસ કરતા 40 થી વધુ વિદ્યાર્થીઓ મોતના મુખમાંથી પસાર થઇ અભ્યાસ કરે છે. વાત્રક ડેમની જમણાકાંઠાની કેનાલ પર કોઈ બનાવામાં આવ્યો પુલ નથી. શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ આ કેનાલ પર રહેલા થાંભલા પરથી પસાર થાય છે. અને કોઈ વિદ્યાર્થી પોતાની બચાવ સબંધી વ્યવસ્થા હોતી નથી.
એક મહિના પહેલા ભાથીજીના મુવાડા ગામની ધોરણ ત્રણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ભાવિકા અશ્રિનભાઇ કટારા કેનાલ પરના થાંભલા પરથી પસાર થતી હતી દરમ્યાન પગ લપસતા તેનુ મોત નિપજ્યુ હતું. તેમ છતા આ ઘટનાની તંત્રએ નોંધ નથી લીધી. આ બાબતે શિક્ષણ વિભાગે પણ દરકાર નથી લીધી પરીણામે વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.(સાંકેતિક તસ્વીર)
હાલમાં પણ વિદ્યાર્થીઓ મોતનુ મુખ ગણાતી કેનાલ પર રહેલા થાંભલા પરથી પસાર થઇ રહ્યા છે ત્યારે ન કરેને નારાયણ અગાઉ ફરીથી કોઇ દુર્ધટના સર્જાય તો તેની પાછળ જવાબદાર કોણ તે સહીતના સવાલો વાલીઓમાં ચર્ચાઇ રહ્યા છે.
આ અંગે ભાથીજીનામુવાડાના વનરાજસિંહ અને સંજયસિંહએ જણાવ્યુ કે વર્ષ 2016- 17થી તાલુકા અને જિલ્લા કક્ષાએ સિંચાઈ વિભાગમાં વારંવાર લેખિતમાં પુલ બનાવવા માંગણી કરી છે તેમ છતા કોઇ પરીણામ મળ્યુ નથી આગામી સમયમાં વાલીઓ ગાંધી ચીધ્યા માર્ગે ઉતરે તો તેની સંપુર્ણ જવાબદારી તંત્રની રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.