માતાએ 2000 રૂપિયા આપ્યા છતાં પણ કિન્નરોએ લઈ લીધો માસુમ બાળકનો જીવ

પશ્ચિમ બંગાળના ઝારગ્રામમાં એક નવજાત બાળકના મૃત્યુ હાલમાં ચર્ચાનો વિષય બનયો છે. આ બાળકને કિન્નરોના એક સમૂહે માતા પાસેથી ખેંચી લીધુ હતું. પોલીસે જણાવ્યું કે, કિન્નરો નવજાત બાળકની માતા પાસે રૂપિયાની ખંડણી કરી રહ્યા હતા. ત્યાના સ્થાનિક લોકો દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, ઉત્તર શિલ્ડા નિવાસી ચંદન ખિલાડીના જુડ્વામાં બાળકનો જન્મ થયો હતો. જેમા એક બાળકને હ્રદય સંબંધી રોગ હોવાના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યુ હતું. જન્મના 20 દિવસ પછી જ્યારે બાળકને હોસ્પિટલથી ઘરે લાવવામાં આવ્યું, ત્યારે ખબર સાંભળીને કિન્નરો પણ તેમના ઘરે પહોંચી ગયા હતા. તેમણે પરિવારજનો પાસેથી 11,000 રૂપિયાની માંગણી કરી અને ઇન્કાર કરવા પર પરિવારજનોને ગાળો આપવા લાગ્યા.

પ્રતિકારાત્મક તસ્વીર

પોલીસે જણાવ્યું કે, કિન્નરોએ બાળકને માતા પાસેથી ઝુંટવી લીધુ હતું અને બાળકને લઈને ડાન્સ કરવા લાગ્યા હતા તેના પછી પરિવારજનો 2000 રૂપિયા આપવા પર રાજી થઇ ગયું. આ દરમિયાન બીમાર બાળકને મુશ્કેલી આવતા બાળકને તરત જ હોસ્પિટલ લઇ જવામાં આવ્યું, જ્યાં તેને મૃત ઘોષિત કરી દેવામાં આવ્યું હતું.

પ્રતિકારાત્મક તસ્વીર

આ ખબર વાયુવેગે ફેલાતા પાડોસીએ કિન્નરોને ઘેરી લીધા, જેથી તેઓ ભાગી ના શક્યા. આ પછી પોલીસે ત્રણે કિન્નરોને ટોળાથી છોડાવ્યા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ત્રણે કિન્નરની ધરપકડ કરી લેવામાં આવી છે અને હાલમાં તપાસ ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *