કુશલ પંજાબી બાદ આ એક્ટ્રેસે કરી આત્મહત્યા, આમિર ખાન સાથે કરી ચૂકી હતી કામ

ટીવી શો ‘દિલ તો હેપી હેજી’ ની એક્ટ્રેસ સેજલ શર્મા શુક્રવારે આત્મહત્યા કરી લીધી હતી. સેજલ મુંબઈના મીરા રોડ સ્થિત રોયલ નેસ્ટ બિલ્ડિંગ માં રહેતી…

ટીવી શો ‘દિલ તો હેપી હેજી’ ની એક્ટ્રેસ સેજલ શર્મા શુક્રવારે આત્મહત્યા કરી લીધી હતી. સેજલ મુંબઈના મીરા રોડ સ્થિત રોયલ નેસ્ટ બિલ્ડિંગ માં રહેતી હતી.આ મામલે મીરા રોડ પોલીસ સ્ટેશને ઍક્સિડન્ટ રિપોર્ટ ફાઈલ કરી લીધો છે અને પોલીસ આગળની તપાસ માં જોડાઈ છે. ન્યુઝ એજન્સી આઇટીઆઇના અનુસાર પોલીસને એક સુસાઈડ નોટ મળી છે, જેમાં સેજલ એ કહ્યું છે કે તે અંગત કારણોસર આ પગલું ભર્યું છે. સેજલ ની લાશ મુંબઈના મીરા રોડ સ્થિત તેના ઘરેથી મળી હતી. તેની લાશ પંખા સાથે ઓઢણીથી ફાંસીના ફંદે થી મળી. સેજલ રાજસ્થાનના ઉદયપુર ની રહેવાસી હતી.જણાવાઈ રહ્યું છે કે સેજલ પોતાના માતા-પિતાની ઇચ્છા વિરુદ્ધ 2017માં મુંબઈ આવી હતી.

સેજલ એ બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાન સાથે વિવો ફોનના વિજ્ઞાપનમાં કામ કર્યું હતું. ટીવી શોના વિજ્ઞાપન ઉપરાંત તેને એક વેબ સીરીઝ માં પણ કામ કર્યું હતું જેનું નામ આઝાદ પરિન્દે હતું. સેજલ એ પોતાના કરિયરની શરૂઆત ટીવી શો ‘દિલ તો હેપી હેજી’ થી કરી હતી.

 

View this post on Instagram

 

No filters needed when the happy vibes bring out the best glow! Birthday vibes!!!!!! ?? P.c. @kriti.garg15 ❤❤❤

A post shared by Sejal Sharma (@i_sejalsharmaofficial) on

જણાવી દઈએ કે ટીવી એક્ટર કુશળ પંજાબી એ પણ સુસાઇડ કર્યું હતું તેને હજી એક મહિનો પણ નથી થયો અને હવે સેજલ શર્માની સુસાઇડની ખબર સામે આવી છે. કુશલ ની લાશ પણ ઘરેથી લટકેલી હાલતમાં મળી હતી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે કુશલ ડિપ્રેશનમાં હતા. તે આર્થિક તંગીથી પસાર થઈ રહ્યા હતા. જેની પાસે કામ હતું નહીં. પૈસાની અછતને કારણે તેનું અંગત જીવન પ્રભાવિત થઈ રહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *