VIDEO: કપાટ ખૂલે એ પહેલા જ કેદારનાથ ધામ 10 હજાર કિલો ફૂલોથી સજી ઉઠ્યું, વડોદરાથી 220 શિવભક્તોનું ગ્રુપ રવાના

Chardham Yatra 2025: આવનાર 2 મેના રોજ કેદારનાથ બાબાના કપાટ આખા વિશ્વને દર્શનાર્થે ખુલ્લા મુકવામાં આવશે અને 1 મેના રોજ કેદારનાથ બાબાની (Chardham Yatra 2025) પાલખી કેદારનાથ પધારશે તે પહેલા કેદારનાથ મંદિરનો ઐતિહાસિક શણગાર કરવામાં આવશે વડોદરાની શિવજી કી યાત્રા જે સ્વેજલ વ્યાસ દ્વારા સંચાલિત છે તેઓ દ્વારા પ્રતિવર્ષ ની જેમ આ વર્ષે કેદારનાથ મંદિરનો ઐતિહાસિક શણગાર કરવામાં આવી રહ્યો છે.

ગુજરાતના 220 શિવભક્તો વડોદરા પહોંચ્યા
વડોદરાના પ્રતિષ્ઠિત કોર્ટયાર્ડ ગ્રુપના બિલ્ડર રુચિરભાઈ શેઠ, વિરલ શેઠ તેમના પરિવાર દ્વારા સંપૂર્ણ ફૂલોનું યોગદાન કરવામાં આવ્યુ છે. તેમજ કારીગર અને ટ્રાન્સપોર્ટનું યોગદાન મયંકભાઇ પટેલ, પ્રિતેશભાઈ શાહ અને મિત્રો દ્વારા કરવામાં આવી રહ્યું છે.

તદ્ ઉપરાંત ગુજરાતના 220 શિવભક્તો દ્વારા જાતે કેદારનાથ જઈ પોતાના હાથથી શણગાર કરવાનો સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.તેમજ દર વર્ષની જેમ આ વર્ષે પણ કેદારનાથ મંદિરનો ઐતિહાસિક શણગાર કરવામાં આવી રહ્યો છે. લોકો હોંશે હોંશે બાબાના દરબારને સજાવી રહ્યા છે.

10,000 કિલો ફૂલોથી કેદારનાથધામનો શણગાર
કુલ 45 પ્રકારના ફૂલો અલગ અલગ વેરાયટી દ્વારા આખા મંદિરનો શણગાર કરવામાં આવી રહ્યોછે. જેમાં 10,000 કિલો ફૂલોથી આખું મંદિરનો શણગાર ચાલી રહ્યો છે. આ તમામ ફૂલો 8 રાજ્ય અને 3 વિદેશથી મંગાવામાં આવ્યા છે. વધુમાં મંદિરના શણગાર માટે કોલકાતા ના બંગાલી કારીગર જેમની કલા આખા વિશ્વમાં ફોલનાં શણગારમાં પ્રખ્યાત છે તેમાં 50 કારીગરને પણ લઇ આવવામાં આવ્યા છે.

કેદારનાથ બાબાની પાલખીનું ભવ્ય સ્વાગત ફુલવર્ષાથી થશે
આગામી 29 એપ્રિલના તમામ ફ્લાવર ગૌરીકુંડ પોંહચશે ત્યાંથી 112 ઘોડાના માધ્યમથી ફૂલોને 20 કિલોમીટર દૂર પહાડો પર ટ્રેકિંગ કરી કેદારનાથ પોહ્ચાડવામાં આવશે. તારીખ 30 અને 1એ મંદિરનો અદભુત શણગાર કરાશે તારીખ 1ના રોજ કેદારનાથ બાબાની પાલખીનું ભવ્ય સ્વાગત ફુલવર્ષા થી કરવામાં આવશે પ્રતિવર્ષની જેમ ઋષિકેશની પણ ટીમ કેદારનાથ મંદિર સજાવામાં સાથ આપશે.