વૃદ્ધ માતાને ઘરમાં બંધ કરી પત્ની સાથે ફરવા ચાલ્યો ગયો દીકરો, દસ દિવસ બાદ ખૂલ્યો દરવાજો….

ઉત્તર પ્રદેશના જનપદ અલીગઢમાં મમતાના સંબંધોને શર્મસાર કરનાર કિસ્સો સામે આવ્યો છે.હૈયું હચમચાવી દે એવી આ ઘટનામાં કળિયુગી દીકરો વહુ વૃદ્ધ માતાને ભૂખી તરસી દસ દિવસ સુધી રૂમમાં બંધ કરી રાખી પરંતુ દીકરી ના પહોંચવાથી આખી ઘટના સામે આવી.

દીકરી એ તાળું તોડી દસ દિવસથી ભૂખી માતાને બહાર કાઢી અને હોસ્પિટલમાં દાખલ કરાવી. પોલીસ અધિકારીએ ફરાર દીકરા અને વહુ વિરુદ્ધ કેસ નોંધી એક ટીમ બનાવી તપાસ કરવાના આદેશ આપ્યા.

મળતી જાણકારી અનુસાર મહોલ્લા શેરખાન નિવાસી 90 વર્ષની અસગરી પોતાના દીકરા જલાલુદ્દીન સાથે રહેતી હતી.જણાવાઈ રહ્યું છે કે જલાલુદ્દીન પોતાની વૃદ્ધ માતાને ઘરમાં બંધ કરી પરિવાર સાથે મોજ મસ્તી કરવા નીકળી ગયો.

વૃદ્ધ માતા દસ દિવસ સુધી ઘરમાં એમજ ભૂખી તરસી પડી રહી. અસગરીની દીકરીને ડરાવનારું સપનું આવ્યું અને તેને ઘરની યાદ અચાનક ખૂબ સતાવવા લાગી ત્યારે દીકરી પોતાના ઘરે પહોંચી.

તસ્વીરો સાંકેતિક છે.

દીકરી ઘરે પહોંચી ત્યારે બહારથી તાળું મારેલું હતું.તેને આડોશ પાડોશના લોકો પાસેથી જાણવા મળ્યું કે જલાલુદ્દીન પોતાની પત્ની અને દીકરીઓ સાથે દસ દિવસ પહેલા બહાર ગયો હતો. પરંતુ માતાને સાથે જતાં જોઈ ન હતી.

દીકરીને માતા ની ચિંતા થઇ અને પડોશીઓની મદદથી દરવાજા ઉપર લાગેલું તાળું તોડી દીધું. તાળું તૂટ્યા બાદ ઘરમાં પહોંચતા જ દૃશ્ય જ જોવા મળ્યું તેનાથી બધાની આંખો છલકાઈ ગઈ. દીકરી મોટે થી રડવા લાગી.

મરચું ખાઈ રહી હતી વૃદ્ધ માતા

ઘરમાં કેદ થયેલી વૃદ્ધ માતા ભૂખ સંતોષવા માટે મરચા નો ડબ્બો ખોલી તે ખાઈ રહી હતી. રૂમમાં બધું અસ્તવ્યસ્ત હતું. દીકરી આ જોઈ ખૂબ રડવા લાગી. પાડોશીઓએ વૃદ્ધ માતાને ખવડાવ્યું ત્યારે તે થોડી સામાન્ય થઈ.

દીકરીએ આ ઘટનાને લઈને પોલીસને ફરિયાદ કરી છે.પોલીસે દીકરી ની ફરિયાદ ઉપર જલાલુદ્દીન અને તેની પત્ની અતિકા અંજૂમ અને તેની દીકરીઓ મહિમા અને સના જમાલ વિરુદ્ધ સંબંધિત કલમ લગાવી કેસ દાખલ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *