ભાજપના દિગ્ગજ નેતા મોદી સરકારને ઢસડી જશે કોર્ટમાં: જાણો વિગતો

એર ઇન્ડિયાને વેચવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. મોદી સરકારે સોમવારે પ્રારંભિક જાણકારી ધરાવતો મેમોરેન્ડમ જાહેર કર્યો છે. સરકારના આ પ્રસ્તાવના વિરોધમાં બીજેપી સાંસદ સુબ્રમણ્યમ…

એર ઇન્ડિયાને વેચવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. મોદી સરકારે સોમવારે પ્રારંભિક જાણકારી ધરાવતો મેમોરેન્ડમ જાહેર કર્યો છે. સરકારના આ પ્રસ્તાવના વિરોધમાં બીજેપી સાંસદ સુબ્રમણ્યમ સ્વામી ઉભા થયા છે.

સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ દ્વારા આ નિર્ણયનો વિરોધ કરતાં કહ્યું કે આ સોદો સંપૂર્ણ રીતે દેશવિરોધી છે અને મને કોર્ટ પાસે જવા માટે મજબૂર થવું પડશે. આપણે પરિવારની બેસુમાર કીમતી ચીજ નથી વેચી શકતા.

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી પહેલા પણ એર ઇન્ડિયા વેચવાની સરકારની યોજનાથી નારાજગી બતાવી ચૂક્યા છે.માનવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકારના આ નિર્ણયથી રાજનીતિક અને કાયદાકીય અડચણો પેદા થઈ શકે છે.

પહેલા પણ ચેતવણી આપી ચૂક્યા છે સ્વામી

સુબ્રમણ્યમ સ્વામી એર ઈન્ડિયાને લઈને બોલીની પ્રક્રિયા દ્વારા ઉઠાવવામાં આવેલ પગલાના વિરોધમાં પહેલા પણ ચેતવણી આપી ચૂક્યા છે. તેમણે આ કહેતા તેની આલોચના કરી હતી કે આ મુદ્દે હાલમાં સંસદીય પેનલ દ્વારા ચર્ચા કરવામાં આવી રહી છે.

એમણે થોડા દિવસો પહેલા કહ્યું હતું કે એર ઇન્ડિયાનું પ્રાઇવેટ કરણ કરવું યોગ્ય નથી. મને પણ એક નોટીસ આપવા માટે કહેવામાં આવ્યું છે, જેના પર આગળ ની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. તેઓ આના વગર આગળ નથી વધી શકે તેમ. તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે જો સરકાર આવું કરશે તો હું અદાલતમાં જઈશ, તેઓ પણ આ વાતને જાણે છે.

મોદી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ રાજ્ય ના ડોક્યુમેન્ટ મુજબ એર ઇન્ડિયા એક્સપ્રેસ નો સો ટકા ભાગ વેચવામાં આવશે. આ ઉપરાંત એર ઇન્ડિયા અને SATS ની જોઇન્ટ કંપની AISATS માં એર ઇન્ડિયાનો 50 ટકા ભાગ વેચવામાં આવશે. એર ઇન્ડિયાનું મેનેજમેન્ટ કંટ્રોલ પણ બોલી જીતના કંપનીને મળી જશે.

હિન્દુજા અને ઇન્ડિગો પણ રેસમાં

સમાચાર એજન્સીઓના સૂત્રોના હવાલાથી જણાવવામાં આવી રહ્યું છે કે એર ઇન્ડિયા માટે સંભવિત બોલી લગાવનાર કંપનીઓમાં ટાટા ગ્રુપ, હિન્દુજા, ઈન્ડિગો, સ્પાઇસજેટ અને અન્ય ખાનગી કંપનીઓ શામેલ છે. જોકે માનવામાં આવી રહ્યું છે કે એર ઇન્ડિયાની હરાજીમાં ભણવા માટે ઘણી વિદેશી કંપનીઓ ભારતીય કંપનીઓ સાથે ભાગીદારી કરી શકે છે.

ખોટમાં ચાલી રહેલી એર ઇન્ડિયા પર હજારો કરોડ રૂપિયાનું દેવું છે, જેમાં વિમાનોની ખરીદી અને મેઇન્ટેનન્સ માટે લેવામાં આવેલ છે એવું પણ શામેલ છે. ખાનગીકરણ યોજનાની જાણકારી રાખનાર એક અધિકારીએ જણાવ્યું કે હવે એર ઇન્ડિયા ઉપર ફક્ત ૧૮ હજાર કરોડ રૂપિયાનું દેવું છે. જ્યારે એના માટે બોલી લગાવવામાં આવશે તો તેમના ખાતાઓમાં ૧૮ હજાર કરોડનું દેવું જ બતાવવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *