પોતના અઢી વર્ષના દીકરાને પેટીપલંગમાં મુકીને પ્રેમી સાથે ભાગી ગઈ મહિલા, પછી દીકરો…

ભારત જેવા દેશમાં કોઈ જગ્યાએ રેપની ઘટના ત્યારે વળી કોઈ જગ્યાએ હત્યાની ઘટના અને કોઈ જગ્યાએ યુવક યુવતીને લઈને ભાગી ગયો તેવા સમાચાર અવારનવાર જાણવા મળે છે. તેમાં પણ વળી છેલ્લા કેટલાક દિવસોથી સુરત માંથી ભાગેલા વેવાઇ વેવાણની ઘટના વાયુવેગે પ્રસરી રહી છે. જેના થોડા દિવસો બાદ જ યુવક અને કાકી સાસુ ભાગી ગયા હોવાના સમાચાર જાણવા મળી રહ્યા હતા. ત્યારે ફરી એક વખત પંજાબના ચંદીગઢ માંથી બુરેલ સ્થિત એક ઘરમાંથી સોમવારે પેટીપલંગની અંદરથી અઢી વર્ષના એક બાળકનું શબ મળ્યું છે.

પોલીસના જણાવ્યા મુજબ, બાળકના પિતાએ પોતાની પત્ની પર બાળકને પેટીપલંગમાં કેદ કરીને પ્રેમી સાથે ભાગવાનો આરોપ લગાવ્યો છે. દશરથ કુમારે પોલીસને આપેલી ફરિયાદમાં કહ્યું છે કે, જ્યારે તે રવિવાર સાંજે કામથી પરત ફર્યો તો ઘરે તેની પત્ની અને દીકરો દિવ્યાંશુ ન હતા. દશરથે જણાવ્યું કે, તેને શરૂઆતમાં લાગ્યું કે તેની પત્ની દીકરાને લઈને પિયર ગઈ છે. તેણે પત્નીને ફોન કર્યો તો તેણે કથિત રીતે જણાવ્યું કે દીકરો પેટીપલંગની અંદર કેદ છે. બાદમાં જ્યારે તેણે પેટીપલંગ ખોલી તો ત્યાં તેને પોતાના દીકરાનો મૃતદેહ મળ્યો.

આરોપી મહિલા

દશરથે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, દિવ્યાંશુના મોંમાં એક કપડું ભરાવેલું હતું. પોલીસે જણાવ્યું કે, દશરથે પત્ની પર બાળકને મારી પ્રેમી સાથે ભાગવાનો આરોપ લગાવ્યો છે. પોલીસ અધિકારીએ કહ્યું કે, સેક્ટર-34ના પોલીસ સ્ટેશનમાં મહિલાની વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. મહિલાને શોધવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને મામલાની તપાસ ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *