જાડા લોકો હંમેશા વજન ઓછું કરવા પાછળ મથ્યાં રહેતા હોય છે. અરે આજકાલ તો સામાન્ય ગણાય તેટલું વજન વધી જતાં પણ યુવતીઓ દોડાદોડ કરી મૂકે છે. પણ શું તમે જાણો છો કે વજન ઓછું કરવા કરતાં વધુ મહત્વનું છે તમારી કમર અને પેટનો ભાગ ઓછો કરવામાં આવે. એકવાર તમે તમારું વજન તો સરળતાથી ઓછું કરી શકશો પણ સૌથી વધુ જે સમસ્યા સર્જાય છે તે કમર અને પેટની આસપાસની ચરબીને દૂર કરવાની રહે છે. શું તમે જાણો છો કે કેટલાંક લોકો જાડા નથી હોતા પણ તેમના પેટની આસપાસ એટલી બધી ચરબી જમા થઇ જાય છે જેનાથી તે પરેશાન થવા લાગે છે અને પોતાની જાતને જાડી સમજવા માંડે છે. ખાસકરીને છોકરીઓ પોતાની કમર અને પેટની આસપાસ જામેલી ચરબીને કારણે ટાઇટ કપડાં નથી પહેરી શકતી અને જો પહેરે છે તો તેમને સારા નથી લાગતા. જો તમે ઇચ્છો છો કે તમારા પેટ અને કમર સરળતાથી ઓછા થઇ જાય તો અહીં આપવામાં આવેલી ટિપ્સ અજમાવી શકો છો.
ચરબી થવાનું કારણ તો વંશપરંપરા ઉપર અધારિત છે. બીજું વધારે પ્રમાણમાં તળેલા ખોરાક, ઠંડા પીણાઓ, શ્રમ ન થાય, બેઠાડું જીવન – આ બધું થવાના કારણે ચરબીનું પ્રમાણ વધે છે. તેના માટે ખાસ તો રોજ પાંચ કિલોમીટર ચાલવું, આસન, પ્રાણાયામ, નિયમિત કસરત કરવી તેમજ ઘી, મલાઇવાળું દુધ, માખણ, તળેલો ખોરાક, બટેટા વિગેરે બંધ કરી ઉંઘ ઓછી કરવી. પાંચથી છ કલાક ઉંઘ શરીર માટે કાફી છે. દિવસે સુવાથી ચરબી વધે છે. ચરબી ઘટાડવાની ઔષધિઓ નીચે પ્રમાણે છે.
1. લીંબુ પાણી:
તમારા દિવસની શરૂઆત લીંબુ પાણીથી કરો. તે પેટની ચરબીને ઓછી કરવા માટે સૌથી બેસ્ટ ઉપાય છે. નવશેકા પાણીમાં લીંબુનો રસ અને મીઠું મિક્સ કરો. રોજ સવારે તેનુ સેવન કરવાથી મેટાબોલીઝમ સારું રહેશે અને વજન ઓછું કરવામાં મદદ કરશે
2. બ્રાઉન રાઇસ:
સફેદ રાઇસનું સેવન કરવાનું બંધ કરો અને જો તમને ભાત વગર નથી ચાલી રહ્યું તો તમે તેની જગ્યાએ બ્રાઉન રાઇસનું સેવન કરવું જોઇએ, તેની સાથે આખા અનાજ અને ઓટ્સ ભોજનમાં સામેલ કરો.
3. સ્વીટથી રહો દૂર:
ચરબી ઓછી કરવા માટે સ્વીટ વસ્તુથી દૂર રહો. તે સિવાય તેલ વાળા ખોરાકથી પણ દૂર રહો. તેનું વધારે સેવન કરવાથી પેટ અને સાંથળ પર ચરબી એકઠી થવા લાગે છે.જેથી સ્વીટ વસ્તુથી દૂર રહેવું જોઇએ.
4. પાણી પીઓ:
દિવસભર વધારે પ્રમાણમાં પાણી પીઓ. નિયમિત રીતે પાણી પીતા રહેવાથી તમારા મેટાબોલીઝમ વધી જાય છે અને તમારા શરીરમાંથી ઝેરી તત્વોને બહાર નીકાળે છે. જેથી તમારુ શરીર સ્વસ્થ રહે છે.
5. કાચા લસણનું સેવન:
સવારે કાચું લસણ ખાવાથી તમારા શરીરને ખૂબ ફાયદા થાય છે. રોજ સવારે લસણની 2-3 કળી ખાવી અને તે બાદ લીંબુ પાણી પીવાથી તમને ઘણો ફાયદો થશે અને તમારું વજન ઝડપથી ઓછું થશે. સાથે પેટની ચરબી ઓછી થાય છે.
6. શાક- ફળનુ સેવન:
ખોરાકમાં ફળ અને શાકનું સેવન કરો. સવારે એક વાટકી ફળની સાથે શાક ખાવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. તેનાથી તમારું પેટ પણ ભરેલું રહેશે. તે સિવાય તમને વધારે પ્રમાણમાં એન્ટી ઓક્સીડેંટ્સ, મિનરલ અને વિટામીન મળશે.
7. મસાલેદાર ખાવાનાથી દૂર:
ભોજન બનાવતી સમયે વધારે મસાલાનો ઉપયોગ ન કરો. તજ, આદુ અને કાળામરીનો ઉપયોગ ભોજન બનાવતી વખતે કરવો જોઇએ. આ મસાલામાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક તત્વ રહેલા છે. તેનાથી તમારી ઇન્સ્યુલિન ક્ષમતા વધે છે અને સાથે જ લોહીમાંથી સુગરનું પ્રમાણ ઓછું થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.