કોરોનાવાયરસથી આખી દુનિયામાં અત્યાર સુધી 9816 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાંથી 9692 પીડિત ફક્ત ચીનમાં છે. આ બીમારીના કારણે 213 લોકોનું મૃત્યુ થઈ ચૂક્યું છે. ચીનમાં માસ્કની માંગ વધી રહી છે. પરંતુ હવે જેને માસ્ક નથી મળી રહ્યા તે વિચિત્ર માસ્ક પહેરવા મજબૂર થયા છે. કોઈ બ્રાનું માસ્ક લગાવી રહ્યા છે. કોઈ સેનેટરી પેડ્સનુ માસ્ક ઉપયોગમાં લઇ રહ્યા છે.
ચહેરાને ઢાંકવા માટે ચીનમાં લોકોને ફળો ઉપર વિશ્વાસ છે તો કોઈને પ્લાસ્ટિકની મોટી બોટલો ઉપર. કેટલાક લોકોએ જાતે જ માસ્ક બનાવ્યા છે. એવા માણસ જે સંપૂર્ણ રીતે વૈજ્ઞાનિક માગે જેવા જ દેખાય. ચીનના લોકો દ્વારા વિચિત્ર માસ્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
થયું એમ છે કે ચીનમાં આ સમયે કોરોનાવાયરસથી બચવા માટે સર્જીકલ માસ્કની અછત ઊભી થઈ રહી છે. બજારમાં જે માણસ છે તે ખૂબ મોંઘા મળી રહ્યા છે. એવામા લોકોએ પોતાના અંદાજમાં માસ્ક બનાવી લીધા છે. જેને જે સુરક્ષિત લાગી રહ્યું છે તે તેવા માસ્ક બનાવી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર આ માસ્કને લઈને ઘણી તસવીરો વાયરલ થઇ રહી છે. કેટલાક લોકો બ્રાને માસ્ક બનાવીને પેહરી રહ્યા છે, તો કેટલાક લોકો સેનેટરી પેડ્સ ને. એક દાદાજીએ તો સંતરાની છાલને જ માસ્ક બનાવી લીધું.
એવી પણ ખબર આવી રહી છે કે ચીનમાં લોકો સેકન્ડ હેન્ડ માસ્કની ખરીદી પણ કરી રહ્યા છે. કારણ કે તેમને બજારમાં માસ્ક નથી મળી રહ્યા.જો કે ચીનના સ્વાસ્થ્યસેવા વિભાગે સેકન્ડહેન્ડ માસ્કનો ઉપયોગ કરવાથી લોકોને રોક્યા છે.
ચીનના એક એરપોર્ટ પર એક દંપતી જોવા મળ્યું જેણે ખરબુજાનું માસ્ક બનાવેલું હતું. તેમજ કોઈએ પાણીની મોટી બોટલ વડે પોતાનો ચહેરો જ નહીં પરંતુ આખે આખું માથું ઢાંકી લીધું છે.
કોરોનાવાયરસથી બચવા માટે ચીનના લોકો જે કંઈ પણ પગલાં ઉઠાવવા પડે તે કરી રહ્યા છે. ઘણા દેશોએ ચીનને માસ્ક સપ્લાય કરવાની જવાબદારી ઉપાડી છે. અમેરિકા, યુકે, કોરિયા સહિત ઘણા દેશોએ સર્જીકલ માસ્કને ચીન પહોંચાડી રહ્યા છે.
ચીનના કૃષિ મંત્રાલયે આદેશ બહાર પાડી કહ્યું છે કે દેશની બધી જ એજન્સીઓ ખાવાના ઉત્પાદન માં જોડાઈ જાય જેથી દેશમાં ખાવાની કમી ન પડે.સાથોસાથ પાડોશી દેશોમાંથી ફળ તેમજ શાકભાજીની આયાત વધારવાની પણ કવાયત હાથ ધરવામાં આવી છે. જેથી જેમને ફક્ત માંસ ખાવાની આદત છે તેમને શાકભાજી ઓછી ન પડે.એક બાજુ ચીનમાં આ વાયરસથી પીડિત લોકો માટે હોસ્પિટલો બનાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ દરમિયાન ચીનની સેના પણ મદદ કરી રહી છે.
ચીનની સરકારે કહ્યું છે કે તે તમામ વિદેશી નાગરિકોની સુરક્ષાનું ધ્યાન પણ રાખશે. ચીનના વિદેશ મંત્રી વાંગ યી એ કહ્યું કે તે તમામ વિદેશી નાગરિકોની સુરક્ષા કરવાની જવાબદારી ઉપાડે છે.તેમણે એ વાત પર જોર આપ્યું છે કે ચીન આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે જવાબદારીની ભાવના અને ખુલ્લા પણ ના સિદ્ધાંતોનું પાલન કરી તેમની સાથે સહયોગ આપશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.