ચીનમાંથી શરૂ થયેલો કોરોના વાયરસ હવે દુનિયાના ઘણા દેશોના લોકો માટે ભયજનક બની ગયો છે. અત્યાર સુધી આ વાયરસથી 213 લોકોનું મૃત્યુ થઈ ચૂક્યું છે. આખી દુનિયામાંથી 9900 લોકો આ વાઇરસની ઝપેટમાં આવી ગયા છે.પરંતુ ચીનમાં કોરોના વાઈરસથી બચાવવા માટે બનાવવામાં આવેલા નિયમોનું ઉલ્લંઘન કરવાનો મામલો સામે આવ્યો છે.
ચીનનું વુહાન શહેર કોરોના વાયરસથી સંક્રમણમાં સૌથી વધારે પ્રભાવિત થયું છે. અહીંયા સૌથી વધારે લોકો સંક્રમિત છે. શહેરમાં અવર-જવર માટે રોક લગાવી દેવામાં આવી છે. બચાવ માટે ચીને ઘણા શહેરોમાં માંસ માટે જંગલી જનાવરોના વેચાણ પર રોક લગાવી દીધી છે.પરંતુ કેટલાક રિપોર્ટ અનુસાર ઘણા દુકાનદારો પ્રતિબંધ હોવા છતાં જંગલી જીવો ને જીવતા જ વેચી રહ્યા છે.
એવું માનવામાં આવી રહ્યું છે કે જનાવરોમાંથી જ માણસોને કોરોના વાયરસનું સંક્રમણ થયું છે.જાણકારોનું માનવું છે કે સી ફૂડ માર્કેટમાંથી આ સંક્રમણ શરૂ થયું છે અને સંભવિત છે કે આ જંગલી સાપ કે ચામાચીડિયા દ્વારા માણસોમાં આવ્યું છે. ચીનમાં બીમારી વધવાનો ખતરો હોવા છતાં જંગલી જીવો જેવા કે જંગલી ઉંદરો, જંગલી સાપ અને હરણનું વેચાણ ચાલી રહ્યું છે.
ડેલી મેલના રિપોર્ટ અનુસાર, હુબેઈ અને ગુઆંગડોંગ માં જંગલી જનાવરોના વેચાણ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પરંતુ એક રિપોર્ટરે જ્યારે ઓળખ છુપાવી ગુઆંગઝાઉમાં જંગલી સાપ અને ઉંદરડા ખરીદવાની કોશિશ કરી તો તેને તે મળી ગયા. આ રીતે જીઆનિંગમાં પણ જીવતા જંગલી જનાવરો નું વેચાણ ચાલી રહ્યું હતું.
મીડિયામાં આ રિપોર્ટ પ્રકાશીત થયા બાદ સ્થાનિક પોલીસે દુકાનદારો વિરુદ્ધ કાર્યવાહી કરી છે અને ઘણા લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.