સુરતમાં માત્ર 12 વર્ષની વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવી દીધુ. વિદ્યાર્થિની કામરેજના કોસમાડા ગામની વિદ્યાર્થીની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી હતી. આ વિદ્યાર્થીનીને પેટમાં દુ:ખતા એક દિવસ શાળામાં રજા પાડી હતી. બીજા દિવસે શાળામાં જતા બીજા વિદ્યાર્થીઓએ ટીચર મારવાના હોવાનું જણાવી ડરાવતા હતા. આ ઘટનાથી વિદ્યાર્થિનીને માઠું લાગી આવતા શાળાએથી આવીને તેણે દફ્તર મુક્યુ અને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. શાળામાં વિદ્યાર્થીઓ ટીચર મારવાના હોવાનું કહીં ડરાવતા હોવાનો ઉલ્લેખ વિદ્યાર્થિનીએ સુસાઇડ નોટ પણ કર્યો છે. આ રીતે વિદ્યાર્થિનીએ જીવનનું અંતિમ પગલું ભરી લીધુ.
લોખંડની એંગલ સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાધો
કોસમાડા ગામે સરદાર આવાસ ફળીયામાં અનિલભાઇ હસુભાઇ રાઠોડ પત્ની સોનલબેન અને 2 દીકરી સાથે રહે છે. દીકરી સુહાની (ઉ.વ.13) ગામની સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 7માં અભ્યાસ કરતી હતી. જયારે તેનાથી નાની દીકરી રાધા (ઉ.વ.11) ધોરણ 5માં અભ્યાસ કરે છે. સોમવારે સુહાની રાઠોડને પેટમાં દુખાવો થતો હતો. જેથી તેણે શાળામાં રજા પાડી હતી. મંગળવારે દંપતિ મજૂરી કામે ગયા હતા. બપોરના 12:15 વાગે ઘરમાં લોખંડની એંગલ સાથે ઓઢણી બાંધી 12 વર્ષીય સગીરાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. માતા-પિતાને જાણ કરાતા તાત્કાલિક સ્થળ પર આવી ગયા હતા. પલંગ પરથી સુસાઇડ નોટ પણ મળી હતી. જેમાં શાળામાં બાળકો ટીચર મારવાના છે તેમ કહીને બીજા વિદ્યાર્થીઓ ખીજવતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. કામરેજ પોલીસે આ મામલે વધુ તપાસ આગળ હાથ ધરી છે.
સુસાઈડ નોટમાં શું લખ્યું છે?
મમ્મી-પપ્પા સોરી, બધા મને નિશાળમાં બીવરાવીયા કરતે હૈ, ને બધા કેટા કે તને તીચર મારવાના હૈ, એટલે પપ્પા મેં નથી જીવવાની. પપ્પા તમારી એક પોરી રાધલી, રિધલીને કોઇ મારતુ ની. મારા સપના પુરા કરજો.
સુહાની ભણવામાં પણ હોશયાર હતી
પરિવારજનોએ જણાવ્યું હતું કે, સુહાની ભણવામાં હોશીયાર હતી. સોમવારે પેટમાં દુઃખાવા કારણે રજા પાડી હતી. બીજા દિવસે શાળાએથી ઘરે આવી આવું પગલું ભરી લીધું હતું. શાળામાં ખૂબ જ સારી રીતે ભણાવવામાં આવે છે. જોકે, તેની સાથે ભણતા વિદ્યાર્થીઓએ ડરાવતા આવું આકરું પગલું ભર્યું હોવાનું લાગે છે.
ત્યારે બીજીતરફ નાની ઉંમરમાં જ વિદ્યાર્થિનીએ ડરથી કરી લીધેલા આપઘાતથી અનેક સવાલો ઉઠી રહ્યા છે. શાળામાં એવા કયા શિક્ષક છે, જેનાથી માસૂમ બાળકો ડરે છે? શાળામાં બાળકો માટે કેમ ઉભો કરાય છે ભયનો માહોલ? કામરેજના કોસમાડા ગામના વિદ્યાર્થીઓ ક્યારે થશે ભયમુક્ત? શું અગાઉ પણ વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હતો? શું રજા પાડતા વિદ્યાર્થીઓને થતી હતી આકરી સજા?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.