મોદી સરકારે આપ્યું રામ મંદિર ટ્રસ્ટને પ્રથમ દાન, રકમ જાણીને તમે ચોંકી જશો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ બુધવારે અયોધ્યામાં રામ મંદિર તીર્થક્ષેત્ર ટ્રસ્ટની રચના અંગે જાહેરાત કર્યા બાદ વિવિધ ટ્રસ્ટીઓની નિમણૂક અંગે પણ જાહેરાત થઈ રહી છે. દરમિયાન, મંદિર નિર્માણ અંગે કેન્દ્ર સરકારે રૂ. 1નું અનુદાન ટ્રસ્ટને આપતાં હવે કરોડો હિન્દુ આસ્થાળુઓ પાસેથી દાન મેળવી ભવ્ય મંદિર બનાવવાનો માર્ગ ખુલ્લો થયો છે. કેન્દ્ર સરકારે ફક્ત 1 રુ.નું દાન આપ્યું એ આશ્ચર્યજનક લાગી શકે, પરંતુ બિનસાંપ્રદાયિક ભારતની આ જ પરંપરા છે. જેમાં કુલ 15 સભ્યો હશે. જેમાંથી 9 સ્થાયી અને 6 નામિત સભ્યો હશે. આ ટ્રસ્ટના ગઠન બાદ કેન્દ્ર સરકાર તરફથી આ ટ્રસ્ટ પ્રથમ કેન્દ્રની મોદી સરકાર તરફથી રૂ.1નું રોકડ દાન મળ્યું છે. ટ્રસ્ટને મળેલું આ પ્રથમ દાન માનવામાં આવે છે. ફક્ત 1 રૂપિયો દાન આપવાથી બધા ચોંકી ગયા હતા.

પીએમ મોદીએ કહ્યું કે, દેશના કરોડો લોકોની જેમ આ વિષય તેમના દિલની નજીક છે. તેના વિશે વાત કરવી મારા માટે એક મોટું સૌભાગ્ય છે. વડાપ્રધાને કહ્યું કે, મંત્રીમંડળનો નિર્ણય રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ મામલામાં ગથ 9 નવેમ્બરે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદા મુજબ છે. વડાપ્રધાને લોકસભામાં કહી આ વાત : વડાપ્રધાને કહ્યું કે, સુપ્રીમ કોર્ટના આદેશના આધારે મારી સરકારે અયોધ્યામાં ભગવાન રામના જન્મસ્થળ પર વિશાળ અને ભવ્ય રામ મંદિર નિર્માણ માટે એક યોજનાને સ્વીકૃતિ આપી છે. પીએમ મોદીએ વધુમાં કહ્યુ્ં કે, મંદિરનું નિર્માણ કાર્ય જોવા માટે શ્રીરામ જન્મૂભમિ તીર્થ ક્ષેત્ર નામનું એક ટ્રસ્ટ રચવામાં આવ્યું છે. આ ટ્રસ્ટની પાસે રામ મંદિર નિર્માણ અને તેના સાથે જોડાયેલા વિષયો પર સ્વતંત્ર રીતે નિર્ણય લેવાનો અધિકારી હશે. ટ્રસ્ટની રજિસ્ટર્ડ ઓફિસ દિલ્હીમાં હશે.

રામ મંદિર બનાવવા માટેનું કામ શરૂ

અયોધ્યાનગરીમાં રામ મંદિરના નિર્માણ માટે રામજન્મ ભૂમિ તીર્થક્ષેત્રના પ્રથમ દાન અંતર્ગત રૂ.1નું દાન એટલા માટે આપવામાં આવ્યું છે. જેથી ટ્રસ્ટ રામ મંદિર બનાવવા માટેનું કામ શરૂ કરી શકે. કેન્દ્ર સરકાર તરફથી આ દાન ટ્રસ્ટને ગૃહમંત્રાલયના સચિવ ડી. મુર્મૂએ આપ્યું છે. અધિકારીએ જણાવ્યું હતું કે, ટ્રસ્ટ કોઈ પણ વ્યક્તિ પાસેથી કોઈ પણ પ્રકારની શરત વગર દાન અને યોગદાન સ્વીકારી શકે છે. સુપ્રીમ કોર્ટમાં રામલલા વિરાજમાનની તરફેણ કરનારા સિનિયર એડવોકેટ કેશવન અય્યંગાર પરાસરણ ટ્રસ્ટમાં સભ્ય હશે. આ સિવાય જગતગુરુ શંકરાચાર્ય, માધવાનંદ સ્વામી, યુગપુરુષ પરમાનંદ મહારાજનું નામ પણ છે.

આ ઉપરાંત ટ્રસ્ટમાં પૂણેના ગોવિંદ દેવીગીરી, અયોધ્યાના ડૉક્ટર અનિલ મિશ્રા, કામેશ્વર ચૌપાલ અને નિર્મોહી અખાડાના ધીરેન્દ્રદાસનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. શરૂઆતના સમયમાં પરાસરણના ઘરેથી બધા કામકાજ થશે. પછી ટ્રસ્ટની એક કચેરી ઊભી કરવામાં આવશે. આ ટ્રસ્ટ પાસે રામ મંદિર નિર્માણ અને એ વિષયને લગતા તમામ મુદ્દાઓ પર સ્વતંત્ર નિર્ણય કરવાનો અધિકાર રહેશે.જ્યારે ટ્રસ્ટનું રજીસ્ટ્રેશન દિલ્હીમાં થશે. કેબિનેટની બેઠકમાં મંજૂરી મળ્યા બાદ રામ મંદિર નિર્માણની વૃહદ યોજના અને ટ્રસ્ટ નિર્માણની સૂચના લોકસભામાં આપવામાં આવી હતી. ટ્રસ્ટમાં રહેવાની શરત એ પણ છે કે, વ્યક્તિ હિન્દુ હોવી જોઈએ. ટ્રસ્ટના ચેરમેન જ ટ્રસ્ટીની નિમણૂંક કરશે.

કેન્દ્ર સરકારે ટ્રસ્ટને 1 રૂપિયાનુ રોકડમાં દાન આપ્યું

જ્યારે રામ મંદિર બનવા જઈ રહ્યું છે. હિંદુની આસ્થાના આ સ્થળના નિર્માણમાં પહેલું દાન આવી ચુક્યું છે. એ પણ રોકડ. આ દાન આપવાની શરુઆત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે ટ્રસ્ટને 1 રુપિયાનું રોકડ દાન આપ્યું છે.  જેને લીધે લોકોને ટોકન દાન કેન્દ્ર સરકાર તરફથી મળ્યાનો આનંદ છે. નોંધનીય છે કે અયોધ્યામાં મંદિર નિર્માણની સંપૂર્ણ જવાબદારી ટ્રસ્ટનાં હાથમાં જ રહેશે. સરકાર હવે એમાં હસ્તક્ષેપ નહીં કરી શકે. મંદિર નિર્માણને લગતા સંપૂર્ણ નિર્ણયો ટ્રસ્ટ દ્વારા જ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *