ભારતીય ટ્રેનોમાંથી કાયમ એવી ઘટનાઓ સામે આવે છે કે ક્યારે કપ ચોરી થઈ જાય, ચાદર ચોરી થઈ ગઈ હોય ,હવે એવી જ એક ઘટના સામે આવી છે જ્યાં એક કંપનીના વાહનોને ચુનો લગાવવામાં આવ્યો છે.
હકીકતમાં, બેંગ્લોરની બાઈક ભાડે આપતી કંપની બાઉન્સએ એક એવી સુવિધા કરી હતી જેના અંતર્ગત લોકોને ભાડેથી બાઈક મળતી હતી અને તે જાતે જ ચલાવીને આવ જા કરી શકતા હતા. પરંતુ લોકો આ બાઇકને જ નુકસાન પહોંચાડી રહ્યા છે.
બાઈકમાં રહેલા હેલ્મેટ તો લોકોએ લઈ લીધા સાથે સાથે તેના કવર, ટાયર અને બેટરી પણ કાઢી ગયા. કેટલીક જગ્યાએ તો આ બાઈક ખટારા હાલતમાં પડેલી મળી.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરોમાં દેખાય રહ્યું છે કે પીળા અને લાલ રંગની બાઇકો અલગ અલગ જગ્યા પર પડેલી છે. કેટલીક બાઈક ના ટાયર ચોરી થઇ ગયા છે તો કેટલીક બાઇકના હેલ્મેટ ચોરી થઈ ગયા છે.
બાઉન્સ નામની આ કંપની પોતાના ગ્રાહકોને બાઈક ચલાવવા અને પાર્ક કરવાની અનુમતિ આપે છે. બેંગ્લોરમાં મોટી સંખ્યામાં બાઉન્સ બાઈક ઉપલબ્ધ છે, પરંતુ તેની આ તસવીરો વાયરલ થઇ રહી છે.
હેરાન કરનારી વાત તો એ છે કે બાઈક ના જે ભાગ ચોરી કરવામાં આવ્યો છે જે લોકો પાસે પણ દેખાઇ રહ્યો છે. ઉપયોગકર્તાઓ ચોરેલા પીળા હેલ્મેટનો ઉપયોગ કરતા દેખાઈ રહ્યા છે.
જોકે આ પહેલો મામલો નથી જ્યારે લોકો ખુલ્લેઆમ ચોરી કરી રહ્યા હોય, ઘણી એવી બાઈક કે સાયકલ ભાડે આપતી કંપનીઓ છે જેને નુકસાન ભોગવવું પડે છે.
આ તસવીરોને જોઇને સોશિયલ મીડિયામાં ફરતો ભારતમાં આવા બિઝનેસ અને તેની સફળતા ઉપર પણ સવાલ ઉઠાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ બિઝનેસ ભારતમાં સફળ નહીં થાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.