કોરોના વાઇરસથી પીડિત 20,000 જેટલા લોકોને મારી નાખવામાં આવશે? -જાણો વિગતે

દુનિયાભરમાં સનસનાટી મચાવનારા ભયાનક એવા કોરોના વાયરસને લઈને ચીન મગનું નામ મરી પાડવા તૈયાર નથી. આ વાયરસથી ચીનમાં મૃતાંક અનેક ઘણો વધારે હોવાનું કહેવાય છે પણ ચીન માત્ર 500ની આસપાસ જ તેને દેખાડી રહ્યું છે. તેવી જ રીતે કોરોના વાયરસની ઉત્પત્તીને લઈને પણ ચીન તરફ દુનિયાભરમાંથી આંગળી ચિંધાઈ રહી છે. હવે એક નવી ઘટના સામે આવી છે.

ચીનની સરકારે ગુરુવારના રોજ કોરોના વાયરસથી કંટાળીને સુપ્રિમ પીપુલ્સ કોર્ટમાં અરજી કરી હતી કે, જેમાં કોરોના વાયરસથી પીડિત 20 હજાર દર્દીઓને એક સાથે મારવાની મંજૂરી માંગી છે? સોશિયલ મીડિયામાં આ વિષય ઉપર ખૂબ જ સમાચાર વાયરલ થઈ રહ્યા છે. જો કે, સોશિયલ મીડિયા પર તે પણ પ્રસારિત થઈ રહ્યું છે કે, ચીનમાં પહેલાથી જ કોરોના વાયરસથી પીડિત 25 હજાર લોકોની મોત થઈ ચૂકી છે અને ચીન આ હકીકતને છુપાવી રહ્યું છે.

ચીની સરકારનો દાવો છે કે, આ વાયરસથી પીડિતોની સારવાર દરમિયાન તબીબો અને નર્સો પણ તેના ભરડામાં આવી જાય છે. માટે તેને વધુ આગળ વધતો અટકાવવા માટે કોરોના વાયરસથી પીડિત એવા 20 હજાર લોકોને મોતને ઘાટ ઉતારવા શિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

5 ફેબ્રુઆરી 2020ના રોજ એબી-ટીસી એટલે કે, સિટી ન્યૂઝ વેબસાઈટે દાવો કર્યો છે કે, ચીની પ્રશાસન કોરોના વાયરસથી પીડિત 3 હજાર લોકોની સામૂહિક હત્યા કરવા માટે અદાલત પાસે મંજૂરી મેળવવાની તૈયારી કરી રહ્યું છે. સાથે તેવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, કોરોના વાયરસથી અન્ય લોકોને રોગી બનતા બચાવવા જોઈએ. ચીની અધિકારીઓ પણ આ માટે સુપ્રિમ કોર્ટની શરણમાં આવ્યું છે, પરંતુ જો આ વેબસાઈટની વિશ્વસનીયતા પર જશું તો, આ વેબસાઈટનો ઈતિહાસ ખોટી જાણકારી ફેલાવવાનો હોવાથી આ અફવાને ખોટી જ માનવામાં આવી રહી છે.

હજારો લોકોના મોતનો થયો હતો આંકડો જાહેર

તાઈવાન ન્યૂઝના અહેવાલ પ્રમાણે, ચીનની બીજી સૌથી મોટી ટેક કંપની ટેન્સેંટ તરફથી શનિવારે જાહેર કરવામાં આવેલ આંકડાઓમાં 24,598 લોકોના મોતની વાત કરવામાં આવી હતી અને આ રોગથી પ્રભાવિત લોકોની સંખ્યા પણ 1,54,023 દર્શાવવામાં આવી હતી. આ આંકડો શનિવારે જાહેર કરવામાં આવ્યો હતો. તેથી જ તે વાતનો અંદાજ લગાવવો મુશ્કેલ છે કે, 4 દિવસમાં આ આંકડો કેટલો વધી ગયો હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *