સુરતના ઉધના વિસ્તારમાં ધોરણ 12માં ભણતા યુવકની હત્યા, CCTV આવ્યા સામે, જુઓ વિડીયો

ગુજરાતના સુરત શહેરના ઉધના વિસ્તારમાં શુક્રવારે ખૂની ખેલ ખેલાયો. ઉધના પાસેના નાગસેન નગરમાં રહેતા 17 વર્ષના બારમાં ધોરણમાં અભ્યાસ કરતા રોહિત પર બેન સાથે પ્રેમસંબંધની શંકામાં મુકેશ નામના 18 વર્ષના છોકરાએ ચપ્પુના ઘા મારી ભાગી ગયો હતો. આ અંગે ટ્યુશનના સ્થળે આજુબાજુવાળાએ આ જોતા રોહિતને સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો, જ્યાં મોડીરાતે તેનું મૃત્યું થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. રોહિતનો પરિવાર આ સાંભળીને હક્કો બક્કો રહી ગયો હતો. ટ્યુશનનું કહીને ગયેલા દીકરાનું લોહીલુહાણ શરીર ઘરે આવતા માતાનું આક્રંદે સૌના કોઈના હૈયે ફાળ પાડી હતી.

મૃતક યુવક

પેટમાં ચપ્પુના ઘા ઝીંકાયા

મળતી માહિતી મુજબ, ઉધના પાસે આવેલા નાગસેન નગરમાં રોહિત દશરથ બાવીસકર નામનો યુવાન ધોરણ બારમાં અભ્યાસ કરે છે. તે વિષ્ણુનગર-1 પાસે બારમાં ધોરણના ટ્યુશનમાં જતો હતો. શુક્રવારે તે ટ્યુશનેથી છુટ્યો ત્યારે મુકેશ પીંપળે નામના 18થી 19 વર્ષના યુવાને માથા અને પેટમાં ચપ્પુના ઘા મારી ભાગી ગયો હતો. રોહિતને ઢળી પડેલો જોઈ આજુબાજુવાળા દોડી આવતા તેને સિવિલમાં દાખલ કરાયો હતો, જ્યાં મોડીરાતે તેનું મોત થયું હતું. આ અંગે પોલીસને જાણ કરાતા તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, મુકેશને રોહિત ઉપર તેની બહેન સાથે અફેર હોવાનો વહેમ હતો.

સારવાર દરમિયાન મોત

રોહિત બાવિસ્કર નામના વિદ્યાર્થીની હત્યા કરવામાં આવતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો. રોહિત 12માં ધોરણમાં અભ્યાસ કરતો હતો. ઘાયલ રોહિતને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયુ હતુ.

મૃતક યુવક

નજર રાખીને કરાઈ હત્યા

આથી રોહિતને પાઠ ભણાવવા માટે મુકેશ તેના પર નજર રાખતો હતો. આ દરમિયાન શુક્રવારે રાતે તે વિષ્ણુનગર સોસાયટીના વિભાગ 1ના ગેટ પાસેથી પસાર થતો હતો, ત્યારે મોકો જોઈ મુકેશે તેની સાથે બોલાચાલી શરૂ કરી હતી. ત્યારબાદ અચાનક ચપ્પુ કાઢી રોહિત પર માથામાં અને પેટમાં ચપ્પુના ઘા ઝીંક્યા હતા. જેના કારણે રોહિત લોહિલુહાણ હાલતમાં ઢળી પડ્યો. તેને ઢળી પડતો જોઈ આજુબાજુવાળા દોડી આવ્યા અને સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો, જ્યાં મોડીરાતે તેનું મોત થયું હતું. આ અંગે ઉધના પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *