કોરોના વાયરસના કારણે અત્યાર સુધી દુનિયામાં 40,554 લોકો બીમાર થઈ ચૂક્યા છે. જેમાંથી 910 લોકોનું મૃત્યુ થયું છે.શરૂઆતના રિપોર્ટમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો હતો કે કોરોના વાયરસ સાપો દ્વારા મનુષ્યમાં ફેલાયો છે. ચીનના વુહાન અને ઇન્ડોનેશિયામાં સાપોનું માર્કેટ ભરાય છે. જ્યાં મોટી સંખ્યામાં જીવતા અને મૃત સાપોનું વેચાણ થાય છે, જે હાલમાં બંધ છે. આવો જાણીએ એ બજારોની હાલત…
ચીનમાં ખાવા-પીવા ને લઈને કોઈ મનાઈ ફરમાવવામાં આવતી નથી.પરંતુ આ વાયરસના ફેલાયા બાદ ચીનમાં જ નહીં પરંતુ ઇન્ડોનેશિયામાં પણ પશુઓના વેચાણ કરતા બજારો બંધ છે. ઇન્ડોનેશિયામાં તો સાપોનું માર્કેટ ભરાતું હતું. અહીંયા સાપોના દરેક અંગનો વેપાર થતો હતો.
સાપોના ઝેરની દવાઓ બને છે અને ચામડીમાંથી બેગ અને એસેસરીઝ. સાપ ની ચામડીમાંથી બનનાર આ બેગ ની કિંમત તો લગભગ લગભગ 2.21 લાખ રૂપિયાથી પણ વધારે હોય છે. ઇન્ડોનેશિયાના સીરેબોનના કેર્તાસુરા ગામમાં આવી જ એક માર્કેટ છે. જ્યાં જીવતા સાપ અને તેના અવયવો નો વેપાર થાય છે. જોકે કોરોના વાઇરસ ફેલાવ્યા બાદ આ માર્કેટ બંધ છે.
અહીંયા સાપોને મારવા અને તેમની ચામડી ઓને ઉતારવા માટે ખૂબ નિર્દય રીતો અપનાવવામાં આવે છે. સાપોની ચામડી કાઢવા માટે તેમની અંદર સળીયા નાંખી દેવામાં આવે છે.
ત્યારબાદ ચામડીને કાઢી ગોળ ગોળ વીંટાળીને ગ્રાહકો માટે રાખવામાં આવે છે. જેથી બેગ અને એસેસરીઝ બનાવનાર પોતાની મનપસંદ ચામડી પસંદ કરી શકે. અહીંયા દરેક રંગ અને પેટર્નની ચામડી મળે છે.
ઇન્ડોનેશિયામાં સાપને મારવાની સૌથી સહેલી રીત છે તેનું માથું કચડી નાખવું.ત્યારબાદ એક સાપના આકારની પાઇપ લઈને તેના મોઢામાંથી પૂંછડી સુધી નાખી દેવામાં આવે છે. પછી સાપ ની અંદર પાણી ભરવામાં આવે છે.
દસ મિનિટ કે તેનાથી વધારે સમય સુધી તેને એ જ હાલતમાં રાખવામાં આવે છે. ત્યારબાદ તેની ચામડીને ખેંચીને કાઢી લેવામાં આવે છે. ત્યારબાદ તમામ સાપની ચામડી અને ગોળ વીટાળી ઓવનમાં નાખી દેવામાં આવે છે.
ફક્ત એટલું જ નહીં જ્યારે સાપની ચામડીને ઓવનમાંથી કાઢવામાં આવે છે ત્યારબાદ તેને વચ્ચેથી કાપી નાખવામાં આવે છે. કાપ્યા બાદ તેને તડકામાં રાખી સૂકવવામાં આવે છે.
સાપના અંગોનો ઉપયોગ દમ એટલે કે અસ્થમાના તેમજ ચામડીને લગતી બીમારીઓનો ઇલાજ માટે થાય છે. એટલા માટે તેને ખૂબ સંભાળીને રાખવામાં આવે છે. કેટલાક લોકો તો સાપોના અવયવો માંથી બનેલી દવાઓ ને શક્તિવર્ધક રૂપમાં પણ લે છે.
ઇન્ડોનેશિયા અને ચીનમાં એવા ઘણા બજારો આવેલા છે જ્યાં પશુઓ સાથે અત્યાચાર થાય છે. સાપ જ નહીં પરંતુ એવા ઘણા જીવજંતુઓ સાથે આવો અમાનવીય વ્યવહાર કરવામાં આવી છે. ચીનના વુહાન માં આવેલા જનાવરો ના બજારમાં 112 જાતના જીવતા જનાવરો મળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.