તારા ઘરમાં ભૂતપ્રેતનો વાસ છે એમ કહી કરી પૂજા, ત્યાર પછી બન્યું એવું કે…..

ગુજરાતમાં આવેલ સુરતના લીંબાયત કુબેરનગરમાં રહેતા રીક્ષાચાલકની પત્નીને તારા ઘરમાં ભૂતપ્રેતનો વાસ છે અમે પૂજા કરશું તો સારું થશે કહી સંમોહિત કરી બે માસ અગાઉ સોનાની બુટ્ટી લઇ ફરાર થયેલી બે મહિલાને ડિંડોલી પોલીસે ઝડપી લીધી છે.

મહિલાને બહાર બોલાવી

મૂળ ઉત્તરપ્રદેશના વતની અને સુરતમાં લીંબાયતના કુબેરનગરમાં રહેતા રીક્ષાચાલક દિનેશભાઇ રામબહાદુર યાદવની પત્ની ઉમલાબેન (ઉ.વ.38) ગત 21 ડિસેમ્બર 2019 ની સવારે 10 વાગ્યે તેના ત્રણ સંતાનો સાથે ઘરે હાજર હતી ત્યારે ઘરની બહાર આવેલી બે મહિલા પૈકી એકે બહાર બોલાવી હતી.

મળતી માહિતી પ્રમાણે, તે મહિલાએ કહ્યું હતું કે મારો મુંગો છોકરો અઢાર વર્ષ પછી બોલવા લાગ્યો છે. તેથી મેં તેના માટે માંગેલી મન્નત પૂરી કરવા પૈસાની જરૃર છે, તો યથાશક્તિ મદદ કરો. ઉર્મીલાબેને અગિયાર રૃપિયા આપતા તે મહિલાએ આશીર્વાદ આપવા માથા ઉપર હાથ મુક્યો તે સાથે જ ઉમલાબેન ભાન ભૂલી ગયા હતા અને બંનેના કહેવા મુજબ કરવા માંડયા હતા.

ઘરમાં ભુતપ્રેતનો વાસ છે

મહિલાએ માથા પર હાથ મુક્યા બાદ કહ્યું કે, તારા ઘરમાં ભુતપ્રેતનો વાસ છે એટલે તે માટે અમારે પૂજા કરવી પડશે, તારા ઘરમાં પડેલા સોનાના દાગીના મને આપો, હું પૂજા કરીને તમને સાંજે પરત આપી દઈશ. ઉર્મીલાબેને બાળકોએ શું કરે છે તેમ પૂછયું છતાં પોતાની કાનમાં પહેરેલી રૃ.2500 ની કિંમતની સોનાની બુટ્ટી કાઢીને તે મહિલાઓને આપી દીધી હતી. મહિલાઓ ગયા બાદ પણ ઉમલાબેન સાંજે મહિલાઓ બુટ્ટી આપવા આવશે તેની રાહ જોતા રહ્યા હતા. સાંજે તે નહીં આવતા તેણે પતિને વાત કરી આજુબાજુના વિસ્તારમાં તપાસ કરી હતી. પણ તે મળી ન હતી.

તે સમયે ઉમલાબેન અને તેના પતિએ પોલીસ ફરિયાદ કરી ન હતી. પરંતુ આજનારોજ ડિંડોલી પોલીસે બંને મહિલાને ઝડપી લેતા ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં બંને મહિલાએ આ રીતે પાંચ જેટલા ગુનાઓ આચર્યા હોવાનું જાણવા મળ્યું છે. વધુ તપાસ પીએસઆઇ એમ.કે.કાપડીયા કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *