સરકારે કોરોના ટેસ્ટ ઓછા કરીને પોઝીટીવ કેસ સંતાડવાનો પ્રયત્ન કરાયો પણ ખેલ પકડાઈ ગયો

ગુજરાત સરકાર રાજ્યમાં થતા કોરોનાના ટેસ્ટમાં વધારો કરવાને બદલે સતત સતત ઘટાડો કરી રહી છે. 6 મેએ રાજ્યમાં 5559 ટેસ્ટ થયા હતા. જેની સામે 380…

ગુજરાત સરકાર રાજ્યમાં થતા કોરોનાના ટેસ્ટમાં વધારો કરવાને બદલે સતત સતત ઘટાડો કરી રહી છે. 6 મેએ રાજ્યમાં 5559 ટેસ્ટ થયા હતા. જેની સામે 380 પોઝિટિવ કેસ હતા. જ્યારે 14મી મેએ આખા રાજ્યમાં માત્ર 2412 ટેસ્ટ થયા હતા. જેની સામે 324 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આમ છેલ્લા 9 દિવસમાં ટેસ્ટની સંખ્યા 56 ટકા કરતાં વધુ ઘટાડી દેવાઈ છે. પરંતુ પોઝિટિવ કેસની સંખ્યામાં માત્ર નજીવો ઘટાડો થયો છે. જો કે સરકાર દ્વારા કરવામાં આવતી પોઝીટીવ કેસની જાહેરાતની પેટર્ન જોઈએ તો જયંતી રવિ દ્વારા 400 ની અંદર કેસ દેખાડવામાં આવી રહ્યા છે. પરંતુ એવો ઉલ્લખ નથી કરતા કે અમે ટેસ્ટ ઘટાડ્યા છે તો પણ કેસ એટલાને એટલા જ રહ્યા છે.

શરૂઆતમાં સરકાર દ્વારા રાજ્યના લોકોને સાંત્વના આપાતી હતી કે પરિસ્થિતિ કંટ્રોલ માં છે અને હવે મંત્રીઓ કહી રહ્યા છે કે આપણે કોરોના સાથે જીવતા શીખી જવાનું છે. મતલબ સાફ છે કે સરકારને આરોગ્ય બાબતે રાજ્યના નાગરિકોની ચિંતા નથી. જે સ્પષ્ટ રીતે ઘટતા ટેસ્ટના આંકડા જ બતાવી રહ્યા છે.

તમીલનાડુએ ગુજરાતને કોરોના પીઝીટીવ કેસ મામલે ઓવરટેક કરીને બીજા નંબરે પહોચ્યું છે. પરંતુ ત્યાં થયેલા ટેસ્ટની સરખામણી એ ગુજરાતમાં જમીન આસમાનનો તફાવત છે. તમિલનાડુમાં સરકારે ૨.૯૧ લાખથી વધુ ટેસ્ટ કર્યા છે. જેના પરિણામ સ્વરૂપે ત્યાં ૯૬૭૪ કેસ નોંધાયા છે. જયારે ગુજરાતમાં માત્ર ૧.૨૪ લાખ ટેસ્ટ થયા છે. જેના પરિણામમાં ૯૫૯૨ કેસ નોંધાયા છે. સ્વાભાવિક છે કે સરકાર કોરોનાને ખત્મ કરવા દર્દીઓ શોધવાને બદલે ટેસ્ટ નહી કરીને આંકડાઓ ઓછા કરવા મથી રહી છે.

કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, દર્દીઓની સંખ્યા ઓછી બતાવવાના ઈરાદાથી કોરોના ટેસ્ટની સંખ્યા વધારવાને બદલે ઘટાડી દેવાઈ છે. તથા દર્દીઓને 14 દિવસને બદલે માત્ર 10 દિવસમાં જ ટેસ્ટ કર્યા વગર રજા આપી દેવાનો ભાજપ સરકારનો નિર્ણય રાજ્યની આમ જનતા માટે ઘાતક નીવડે એવી સંભાવના છે.

ઉલ્લખનીય છે કે સરકારે રાજ્યમાં ઘણી પ્રાઇવેટ લેબને ટેસ્ટ માટે મંજુરી આપી હતી. પણ હવે આ મંજુરી રદ્દ કરીને બહાનું બતાવ્યું છે કે, આ લેબોરેટરીઓ લોકો પાસેથી ઉચી ફી વસુલી રહી હતી. જોકે જાણકારોનું માનવું છે કે, ખાનગી લેબોરેટરીઓ કેસની વિગત જાહેર કરી દેતી હતી જેથી તંત્રને સવાલો થઇ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સરકારે જાહેરાત કરી હતી કે કોરોના ના દર્દીઓની સારવારનો ખર્ચ સરકાર ભોગવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *