દિલ્હીમાં હિંસા માટે ઉશ્કેરણીજનક ભાષણો કરનાર આ ભાજપી નેતાઓ પર થઈ શકે છે ફરિયાદ

દિલ્હીમાં હિંસા અંગે હાઈકોર્ટે સખત વલણ અખત્યાર કર્યુ અને ભડકાઉ ભાષણ આપનારા દિગ્ગજ નેતાઓ વિરૂદ્ધ કેસ દાખલ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. આરોપી નેતાઓ પર દિલ્હી પોલીસને FIR દાખલ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. કોર્ટે જણાવતા કહ્યું ગુનાના ખુલાસા બાદ FIR દાખલ થવી જરૂરી છે. FIR દાખલ ન કરવાના મુદ્દે કડક કાર્યવાહી થઈ શકે છે. ભાજપના નેતાઓ વિરૂદ્ધ FIR દાખલ કરવાને લઈને સોલિસિટર જનરલે હાઈકોર્ટને કહ્યું હતું કે ઓથોરિટીઝની રાહ જોવામાં આવે, હાલ કોઈ નિર્ણય સ્થિતિને વધુ ખરાબ કરી શકે છે.

અને આ ઘટના મામલે દિલ્હી સરકારના વકીલ રાહુલ મેહરાએ દલીલ કરતા જણાવ્યું હતું કે ભાજપના ત્રણ દિગ્ગજ નેતાઓ વિરૂદ્ધ FIR દાખલ કરવામાં મોડું કરવાનું કોઈ કારણ નથી. હિંસામાં સામેલ પ્રત્યેક વ્યક્તિ વિરૂદ્ધ કેસ દાખલ થવો જ જોઈએ. આ મુદ્દે કોર્ટે આવતીકાલ સુધી મામલાની સુનાવણી સ્થગિત કરી છે. તદઉપરાંત વકીલ જુબેદા બેગમને પીડિતા અને વિભિન્ન એજન્સીઓ વચ્ચે સમન્વય માટે અદાલત મિત્રની નિમણૂંક કરી છે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે દિલ્હી પોલીસને ફટકાર લગાવી અને કોર્ટે કહ્યું કે દિલ્હીમાં વધુ એક 1984 નહીં થવા દીએ. કોર્ટે જણાવતા કહ્યું કે આપણએ હાલ પણ 1984ના પીડિતોને આર્થિક સહાયના મુદ્દાઆ અંગે કેસ ચાલી રહ્યાં છે ત્યારે આવી ઘટના બીજી વખત ન ઘટવી જોઈએ.

આ ઉપરાંત હાઈકોર્ટે કપિલ મિશ્રાના ભડકાઉ ભાષણવાળો વીડિયો પણ જોયો હતો. હાઈકોર્ટે કપિલ મિશ્રાને ન ઓળખવાના મુદ્દે દિલ્હી પોલીસને ફટકાર પણ લગાવી હતી. આ ઉપરાંત સુનાવણી દરમિયાન હાઈકોર્ટે પૂછ્યું કે કપિલ મિશ્રાની સાથે જોવા મળતો અધિકારી કોણ છે. કપિલ મિશ્રા ઉપરાંત હાઈકોર્ટે અનુરાગ ઠાકુર અને પ્રવેશ વર્માનો પણ વીડિયો જોયો. હાઈકોર્ટે કેન્દ્ર સરકારના વકીલ તુષાર મહેતાને તમામ વીડિયો જોવાના નિર્દેશ આપ્યાં.

કોર્ટમાં તુષાર મહેતાએ જણાવતા કહ્યું કે આ અરજીમાં જે પ્રકારની પ્રેયર કરવામાં આવી છે તે અંગે સુપ્રીમ કોર્ટમાં પહેલેથી જ સુનાવણી ચાલી રહી છે. આ ઉપરાંત દિલ્હી હાઈકોર્ટે સીબીએસઈને નિર્દેશ આપ્યાં કે હિંસા પ્રભાવિત નોર્થ ઈસ્ટ દિલ્હીમાં બોર્ડ એક્ઝામને લઈને સ્થાયી વ્યવસ્થા કરવી પડશે. હાઈકોર્ટે કહ્યું કે એક્ઝામ ટાળવાથી વિદ્યાર્થીઓની મુશ્કેલી ખતમ નથી થતી પરંતુ તેમનું ટેન્શન વધે છે. ત્યારે આ મુદ્દે બોર્ડને સ્થાયી સમાધાન શોધવાના નિર્દેશ આપ્યાં હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *