10માં ભણતા વિદ્યાર્થીઓ ઉપર મુસીબતોનો પહાડ, બોર્ડની પરીક્ષાને બદલે બેસવું પડશે ઉપવાસ આંદોલન પર – જાણો વિગતે

ગુજરાતમાં હાલમાં રજુ થઈ રહેલા બજેટમાં જોવા જઈએ તો ભણતરને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. ભણતરને  ગુજરાત સરકાર દ્વારા કન્યા કેળવણી સર્વ શિક્ષા અને ભણે ગુજરાત આગળ વધે ગુજરાતના નારા લગાવવામાં આવે છે પણ હકીકત અલગ જ છે. થોડા સમયમાં જ હવે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આવી રહી છે. જેની હોલ ટીકીટો પણ વિદ્યાર્થીને આપી દેવામાં આવી છે. ત્યારે હાલમાં એક સરકારી નિર્ણયને કારણે જેતપુર તાલુકાના દેવકીગાલોળ ગામમાં અભ્યાસ કરતા 150 જેટલા વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ થઇ ગયું છે. અહીં ધોરણ 10ના વિદ્યાર્થીઓને 50 કિલોમીટર દૂર પરીક્ષા કેન્દ્ર આપવામાં આવતા આ વિદ્યાર્થીઓએ પરીક્ષાના બહિષ્કારની તેમજ જરૂર પડે તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપી છે.

એક સરકારી નિર્ણયને કારણે જેતપુર તાલુકાના દેવકીગાલોળ ગામમાં અભ્યાસ કરતા 150 જેટલા વિદ્યાર્થીઓ હાલમાં ખુબ જ પરેશાન થઈ રહ્યા છે. જેતપુર તાલુકાનું છેલ્લા અને અમરેલી જિલ્લાની બોર્ડર પર આવેલ દેવકી ગાલોળ ગામના ધોરણ 10ના વિદ્યાર્થીઓ હાલ મોટી મુશ્કેલીમાં છે. અહીં આસપાસના ઘંટીયાળ, રાંધીયા અને ધારી ગુંદાળી વગેરે ગામોના 150 જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે.

પ્રતિકારાત્મક તસ્વીર

આ વર્ષે તેમને ધોરણ 10ની પરીક્ષા આપવા માટે જેતપુર શહેરમાં કેન્દ્ર આપવામાં આવેલ છે. પહેલાં તેમને ગામની 10 કિલોમીટર નજીક હોય એવું કેન્દ્ર આપવામાં આવતું હતું પણ નવું કેન્દ્ર 50 કિલોમીટર જેટલું દૂર છે. હવે પરીક્ષાના સવારના સમયે કોઈ ST બસ કે ખાનગી વાહનો મળી શકે એમ ન હોવાથી વિદ્યાર્થીઓ પરેશાન થાય એવી શક્યતા છે. વળી, આ કેન્દ્ર સુધી પહોંચવા માટે 4-4 કલાકનો પ્રવાસ કરવો પડે એમ છે.

જેતપુર તાલુકાના દેવકીગાલોળ ગામમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ હાલમાં પરીક્ષાનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે. પરીક્ષાનો બહિષ્કાર કરવાની ચીમકી આપનાર 150 જેટલા વિદ્યાર્થીઓમાં 50% જેટલી તો દીકરીઓ જ છે. પરીક્ષાના બહિષ્કારની ચીમકી આપી રહેલા વિદ્યાર્થીઓ બાબતે શાળાના આચાર્યને પૂછતાં તેમણે પણ વિદ્યાર્થીઓની સમસ્યાને સમર્થન આપ્યું હતું. સરકારની બેદરકારીને લઇને હાલ તો આ 150 જેટલા વિદ્યાર્થીઓનું ભાવિ અદ્ધરતાલ થઇ ગયું છે ત્યારે સરકાર યોગ્ય પગલાં લઇને આ વિદ્યાર્થીઓની સમસ્યા હાલ ઉકેલે એ જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *