ભારતમાં ‘ભાગલા પાડો અને રાજ કરો’ જેવી સ્થિતિ: બ્રિટનની ભારત ઉપર સતત નજર, ભારત વિશે કહ્યું આવું કે….

સંશોધિત નાગરિકતા કાયદાને લઇ દેશમાં મચેલા હોબાળાની વચ્ચે હવે આ મુદ્દો યુરોપિયન યુનિયનની સંસદ સુધી પહોંચી ગયો છે. યુરોપિયન સંસદ CAAના વિરૂદ્ધ રજૂ કરાયેલા પ્રસ્તાવ પર ચર્ચા અને મતદાન કરશે. સંસદમાં આ સપ્તાહની શરૂઆતમાં યુરોપિયન યુનાઇટેડ લેફ્ટ/નોર્ડિક ગ્રીન લેફ્ટ ગ્રૂપે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેના પર બુધવારના રોજ ચર્ચા થશે અને તેના એક દિવસ બાદ મતદાન થશે. ભારતે તેના પર આપત્તિ વ્યકત કરી છે.

યુરોપિયન યુનિયનની સંસદ બાદ હવે બ્રિટનની સંસદમાં પણ ભારતના કાયદા સીએએને લઇને ચર્ચા થઇ રહી છે. યુકેના હાઉસ ઓફ લોર્ડમાં સીએએ કાયદો શું છે અને તેની ભારતના લોકો ઉપર શું અસર થશે તેના વિશે ચર્ચા કરવામાં આવી હતી. બ્રિટનમાં હાઉસ ઓફ લોર્ડ સંસદનું ઉપલુ અને ટોચનું ગૃહ માનવામાં આવે છે જેમાં સીએએ, એનઆરસી મુદ્દે ચર્ચા કરી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.

દિલ્હીની હિંસા સમયે બ્રિટનની સંસદમાં ચર્ચા

દિલ્હીમાં હિંસાના કારણે અનેક લોકો માર્યા ગયા છે અને તે અંગે અમેરિકામાં પણ નેતાઓ દ્વારા નિવેદનો જાહેર થવા લાગ્યા છે સાથે સંયુક્ત રાષ્ટ્રએ પણ નોંધ લીધી છે. દિલ્હીમાં જે હિંસા થઇ તેમાં સીએએના સમર્થકો અને વિરોધીઓ બન્ને સામેલ હતા. આવી પરિસ્થિતિમાં સીએએ કાયદા અંગે બ્રિટનની સંસદમાં ચર્ચા થઇ રહી છે.

નરેન્દ્ર મોદીની સાથે વાત કરવી જોઈએ: બ્રિટન સરકાર

બ્રિટન સરકારે સીએએ મુદ્દે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે વાત કરવી જોઇએ. અને સીએએ મુદ્દે ભારત સરકાર ફરી વિચારણા કરે તે માટે બ્રિટન સરકારે રજુઆત કરવી જોઇએ. આ કાયદાનો ભારતમાં ભારે વિરોધ થઇ રહ્યો છે જેમાં અનેક લોકોના મોત પણ નિપજ્યા છે.

ભારત પર સતત નજર રાખી રહ્યા છીએ: બ્રિટન સરકાર

ત્યારે વળી બીજી તરફ બ્રિટન સરકારે એમ પણ કહ્યું છે કે, અમે CAAઅને NRC તેમજ અન્ય જે પણ કાયદા આવી રહ્યા છે તેને લઇને ભારત પર સતત નજર રાખી રહ્યા છીએ. આ કાયદાથી ભારતમાં ભાગલા જેવી સ્થિતિ બની ગઇ છે અને તેને લઇને ચિંતાજનક સ્થિતિ ઉભી થઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *