સુરતના માથાભારે તત્વોએ દુષ્કર્મ આચર્યા બાદ કર્યો પીડિતાના ભાઈ- પિતા પર જીવલેણ હુમલો

સુરત શહેરમાં ફરી બની ગેંગ રેપની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. કતારગામ આંબતાલાવડી વિસ્તારની 17 વર્ષીય વિદ્યાર્થીની સાથે અપહરણ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યુ હોવાના અહેવાલો મલીનરહ્યા છે. નોંધાયેલી ફરિયાદ મુજબ 3 યુવકોએ કારમાં અપહરણ કરી દુષ્કર્મ કરી દુષ્કર્મ નો વિડયો પણ બનાવી લીધો હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. દુષ્કર્મ કરવામાં શામેલ અન્ય એક ઇસમે દુષ્કર્મનો વિડિયો બતાવી એસિડ એટેક ની ધમકી આપી હોવાની વિગતો મળી રહી છે. આ અંગેની ફરિયાદ કતારગામ પોલીસ મથકે ચાર લોકો વિરુદ્ધ નોંધવામાં આવી છે.

કતારગામ પોલીસ મથકની હદ વિસ્તારમાં 17 વર્ષય તરૂણી સાથે ગેંગ રેપ જેવી ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચક ચાર મચી જવા પામ્યો હતો. વિધાર્થીની સાંજ ના સમયે પોતાના ટ્યુશન કલાસીસથી ઘર તરફ પરત ફરી રહી હતી, ત્યારે રોડ પર અચાનક એક બ્લેક કલરની કાર આવી હતી અને વિદ્યાર્થીની ને કાર માં જબરદસ્તી થી અંદર બેસાડી દેવામાં આવી હતી. કારમાં 3 લોકો સવાર હતા. જેમાં કાર ચાલક કાર કોઈ ફાર્મ હાઉસ તરફ લઈ ગયો હતો. અને ત્યાં નરાધમોએ વિદ્યાર્થી પર અવાર નવાર દુષ્કર્મ આચારીયું હતું. એટલું જ નહીં તેનો વિડિઓ પણ બનાવી લીધો હતો અને ધમકી આપતા કહ્યું હતું કે જૉ કોઈને જાણ કરશે તો પરિણામ સારું નહીં આવે. નરાધમો એ દુષ્કર્મ આચર્યા બાદ કિશોરીને ને એકાંત જગ્યા એ મૂકી ફરાર થઈ ગયા હતા. બદનામી ના ડરે કિશોરીએ આ વાત કોઈને જણાવી નહોતી.

આ ઘટનાને થોડા દિવસો વીતતા અન્ય એક ઇસમ આવ્યો હતો અને ફરી યુવતી ને એકલી જૉઇ તેને તેના વિડિઓ વિશે વાત કરી અને તેની સાથે કરી જબરદસ્તી અને બાળકી એ પ્રતિકાર કરતા તેને આપી વિડિઓ વાયરલ કરવાની ધમકી અને એસિડ એટેક કરવાની પણ ધમકી આપીને છેડતી કરીને નાસી છૂટ્યો હતો. સમગ્ર મામલે પહેલા તો ડરેલી બાળકીએ પરિવારને છેડતી થયા નું કહ્યું હતું.

જેથી પીડિતાના પરિવાર દ્વારા યુવક ને સમજાવવા બોલાવ્યો હતો. ત્યાં હાથી મંદીર પાસે યુવકો આવ્યા હતા. ત્યારે આરોપીએ પોતાના સાથીઓ પણ સાથે લાવ્યા હતા. જયા વાત વાતમાં આરોપીના સાથી ઓ એ કિશોરી ના પિતા અને ભાઈ પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો અને બન્નેને ગંભીર રીતે ઘાયલ કરી દીધા હતા.

સમગ્ર મામલે બાળકીએ પોતાની સાથે છેડતી નહીં પણ દુષ્કર્મ પણ થયું હોવાની ની વાત કરી હતી. જ્યાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો અને અંતે પરિવાર સાથે મળીને કતારગામ પોલીસ મથકે આરોપી જય ખોખરીયા અને તેના સાથી વિરૂદ્ધ પોસ્કો એક્ટ અને દુષ્કર્મ અને 307 હેઠળ પોલીસએ અલગ અલગ ફરિયાદો દાખલ કરી આરોપી ની શોધખોળ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *