દિલ્હી હિંસાનું મુખ્ય કેન્દ્ર બનશે ગુજરાત, કોંગ્રેસ સહીત આ દિગ્ગજો અહિયાં આવી કરશે મોટા ધડાકા. જાણો શું છે પ્લાનીંગ?

તારીખ 12મી માર્ચના રોજ કોંગ્રેસ પાર્ટીના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી ગુજરાત આવીને ભવ્ય દાંડીયાત્રા નું આયોજન કરે તેવી સંભાવના છે. હાલ દેશમાં બની રહેલી હિંસાની ઘટનાઓ સામે કોંગ્રેસ મહાત્મા ગાંધીજીનો અહિંસાનો સંદેશ દરેક લોકો સુધી પહોચાડશે. અને બીજી બાજુ રાહુલ ગાંધી સાથે આ દાંડિયાત્રામાં રાહુલ ગાંધીની સાથે પ્રિયંકા ગાંધી પણ જોડાઇ શકે છે. આ દાંડીયાત્રા કોંગ્રેસના ઇતિહાસની સૌથી મોટી દાંડીયાત્રા બંને તે પ્રકારે આયોજન કરવામાં આવી રહ્યુ છે. નોંધનીય છેકે દિલ્હી ખાતે મળેલી કોંગ્રેસના નેતાઓની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ દાંડીયાત્રામાં કોંગ્રેસ પાર્ટીના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સોનીયા ગાંધી અને કોંગ્રેસ શાસિત રાજ્યના મુખ્યમંત્રીને પણ આમંત્રણ આપવામાં આવી રહ્યુ છે. તારીખ 12 માર્ચથી અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી સુધીની કૂચ કરવામાં આવશે. જે રસ્તા પર ગાંધીજીએ યાત્રા કરી હતી તે જ રસ્તા પર આ યાત્રા નીકળશે.

કોંગ્રેસ કોઈ પણ સંજોગોમાં દિલ્હી હિંસાનો મામલો છોડવા માગતી નથી. ભાજપ પાસે આ દુખતી નસ છે. મોદીએ આજે તમામ કેબીનેટ મંત્રીઓની બોલાવેલી બેઠક સામે કોંગ્રેસના સાંસદોની પણ બેઠક ચાલી રહી છે. ગઈકાલે કોંગ્રેસના કદાવર નેતા અધિર રંજનના ઘર પર હુમલો થયો છે. જેના સ્ટાફને પણ માર મરાયો છે. કોંગ્રેસ ભાજપને ઘરમાં ઘેરવા માટે ગુજરાતમાં જ મોદી અને અમિતશાહને ઘેરવા માટે પ્લાન ઘડ્યો છે. જે અંતર્ગત ગુજરાતમાં દાંડીકૂચ યાત્રા કાઢશે. જેમાં હિંસાની સામે અહિંસાનો સંદેશ આપશે. આ યાત્રામાં કોંગ્રેસના તમામ કદાવર નેતાઓ સાથે રાજ્યોના સીએમ પણ હાજર રહેશે. એવું બને કે વિપક્ષ પણ હાજર રહે.

કોંગ્રેસ પાર્ટીના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી આ મામલે ખુબ સક્રિય થયા છે. ગાંધી પરિવાર તારીખ 12મી માર્ચના રોજ ગુજરાત આવી શકે છે. દિલ્હી હિંસા સામે કોંગ્રેસની અહીંસા યાત્રા નીકળી તો ભાજપ વધુ ભીંસમાં મૂકાશે. કોંગ્રેસ દિલ્હી હિંસાના મામલે અમિત શાહનું રાજીનામું માગી રહી છે. જે પ્રેશર ઉભુ કરવા માટે ગુજરાતમાં જ દબાણ વધારશે. કોંગ્રેસે મોદી અને શાહને ગુજરાતમાં ઘેરવા માટે કરેલું પ્લાનિંગ કેટલું સફળ રહેશે એ તો સમય બતાવશે પણ હાલમાં આ મામલે રાજનીતિ ગરમાઈ ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *