છોકરીને તેના ભાઈ સાથે કરવા હતા લગ્ન, જયારે પરિવારે ના પાડી તો બંનેએ…

તમે પ્રેમી તો ઘણા જોયા હશે પણ આવા પ્રેમી ઘણા ઓછા જવા મળે છે. એક સગીરા તેના 21 વર્ષના પિતરાઈ ભાઈ જોડે પ્રેમ કરતી હતી અને તેનો પિતરાઈ ભાઈ પણ તેને ખુબ જ પ્રેમ કરતો હતો. બંને એકબીજા સાથે લગ્ન કરવા માગતા હતા, પણ જ્યારે આ વાત પરિવારને ખબર પડી તો તેમને ના પાડી દીધી. જેના કારણે બંનેએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી નાખી. આ ઘટના દિલ્હીની છે.

પોલીસે આ ઘટના વિશે માહિતી આપતા જણાવ્યું કે, એક વ્યક્તિએ ફોન કરીને અમને જણાવ્યું કે બંનેએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. ત્યાંથી એક સુસાઈડ નોટ પણ પ્રાપ્ત થઈ છે. જેમાં લખ્યું હતું કે, અમે ઉદાસ અને પરેશાન છે. કારણ કે અમારો પરિવાર અમને લગ્ન કરવાની પરવાનગી નથી આપી રહ્યો. તે લોકો પરિવાર અને ઈજ્જતને વધારે માન આપે છે. પણ અમે પોતાની પરવાહ કરીએ છે. માટે અમે આ પગલું ભરી રહ્યા છીએ.

પોલીસે વધુમાં જણાવતા કહ્યું કે, ઘટનાસ્થળે એક બોડી પંખા સાથે લટકી રહી હતી જ્યારે બીજી બોડી ઘરની છત પર લાગેલી એક હૂકથી લટકી હતી. જે નોટ પ્રાપ્ત કરવામાં આવી છે તેના પર બે લોકોની સાઈન છે. પોલીસ આ મામલે કોઈના પર શંકા નથી કરી રહી. યુવક રાજસ્થાનના કોટાનો રહેવાસી હતો. જે દિલ્હીમાં રહીને એન્જીનિયરિંગ કરી રહ્યો હતો. જોકે, ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં બંનેએ ભાગવાની કોશિશ પણ કરી હતી, પણ પરિવારે તેમને પકડી પાડ્યા હતાં.

સગીરાના કાકાએ જણાવ્યું કે, ગયા વર્ષથી દર વર્ષે આ યુવક યુવતીને મળવા દિલ્હી આવતો હતો. જ્યારે તે સતત દિલ્હી આવતો રહ્યો તો અમને તેના પર શંકા થઈ. જ્યારે અમે તેની સાથે પૂછપરછ કરી તો તેણે આ સંબંધ વિશે વાત કરી અને કહ્યું કે બંને લગ્ન કરવા માગે છે. તેની વાત સાંભળી અમે ચોંકી ગયા હતા. અને અમે બંનેને આ સંબંધને ખતમ કરવાનું કહ્યું હતું. પરિવારે યુવકને કોટા પરત જતા રહેવાનું કહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *