મધ્ય પ્રદેશ વિધાનસભામાં આજે ફ્લોર ટેસ્ટ વિશે સસ્પેન્સ ઉભું થયું છે. જેના કારણે મધ્યપ્રદેશનો રાજકીય ઘટના ક્રમ માટે આજનો બહુજ મોટો દિવસ છે. કારણકે કમલનાથ સરકાર પર હાલ સંકટ આવ્યું છે. મધ્યરાત્રીએ મુખ્યમંત્રી કમલનાથે રાજ્યપાલ સાથે મુલાકાત પણ કરી હતી. મુખ્યમંત્રી કમલનાથની તરફથી રાજ્યપાલ લાલજી ટંડનને ચિઠ્ઠી લખીને જાણકારી આપી છે કે હાલની સ્થિતિમાં ફ્લોર ટેસ્ટ થઈ નહી શકે.
#MadhyaPradesh Chief Minister Kamal Nath and other MLAs assemble at the State Assembly in Bhopal. https://t.co/0Q9qCmjOtS pic.twitter.com/9HOhGp9Gw5
— ANI (@ANI) March 16, 2020
કમલનાથે આરોપે લગાવ્યો કે, બીજેપીએ કોંગ્રેસનાં ઘણા ધારાસભ્યોને કર્ણાટકમાં બંધક બનાવ્યા છે. મધ્ય પ્રદેશ વિધાનસભામાં આજે ફ્લોર ટેસ્ટ વિશે સસ્પેન્સ ઉભું થયું છે. મુખ્યમંત્રી કમલનાથ વિધાનસભા પહોંચી ગયા છે અને તેમની સાથે 92 ધારાસભ્યો પણ હાજર છે. જોકે બેંગલુરુથી 22 બળવાખોર વિધાનસભા પહોંચ્યા નથી. કમલનાથ મેરિયટ હોટલમાં રોકાયેલા કોંગ્રેસના ધારાસભ્યો અને સીનિયર નેતાઓના સતત સંપર્કમાં છે. તેમણે સોમવારે વિધાનસભા સત્ર શરૂ થતાં પહેલાં સવારે સંસદીય કાર્યમંત્રી ગોવિંદ સિંહ અને રાજ્યસભાના સાંસદ વિવેક તન્ખા સાથે મુલાકાત પણ કરી હતી.
નેતા પ્રતિપક્ષ ગોપાલ ભાર્ગવે જણાવ્યું કે સરકાર ફ્લોર ટેસ્ટથઈ ભાગી રહી છે. પરંતુ બીજેપીનાં પક્ષમાં સારુ સંખ્યાબળ છે. અને કમલનાથ સરકાર પડતા કોઈ પણ રોકી નહી શકે. ભાર્ગવે જણાવ્યું કે જો થોડીક પણ નૈતિકતા બચી હોય તો કમલનાથે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપીદેવું જોઈએ. ત્યારે બીજી તરફ કમલનાથે ફરીથી એ વાત કહી છે કે, ફ્લોર ટેસ્ટ કરવાનો નિર્ણય સ્પીકરે કરવાનો હોય છે. તેમણે વધુમાં જણાવ્યું કે જો બીજેપી પાસે સંખ્યાબળ હોય તો તેઓ સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લઈને આવે.
Bhopal: Governor Lalji Tandon left shortly after Assembly proceedings began. He said, “All must follow the rules under the Constitution so that dignity of Madhya Pradesh remains protected.” pic.twitter.com/07hJB556rJ
— ANI (@ANI) March 16, 2020
વિધાનસભામાં આજે ફ્લોર ટેસ્ટ થશે કે નહીં એ સવાલને સ્પીકર એનપી પ્રજાપતિએ કાલ્પનિક ગણાવ્યો છે. રવિવારે મીડિયા સાથેની ચર્ચામાં તેમણે કહ્યું હતું કે, મારે ક્યારે શું નિર્ણય લેવાનો છે તે હું પહેલેથી ન કહી શકું. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, ફ્લોર ટેસ્ટ ક્યારે થશે તે રાજ્યપાલ નક્કી કરશે કે સ્પીકર? ત્યારે તેમણે કહ્યું કે, આ સોમવારે નક્કી થશે. રાજીનામું આપનાર ધારાસભ્યોના ગાયબ થવા વિશે તેમણે કહ્યું કે, હું ગૃહના દરેક સભ્યોનો સંરક્ષક છું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.