કર્ણાટકની રાજધાની બેંગ્લોરમાં એક વ્યક્તિ તે સમયે સ્તબ્ધ થઈ ગયો, જ્યારે લગ્ન પછી સુહાગરાતના દિવસે જ પત્નીનો બીભત્સ વિડીયો સોશિયલ મીડિયામાં જોયો. મામલો જ્યારે પોલીસ પાસે પહોંચ્યો તો પત્નીના પ્રેમીની પકડી લેવામાં આવ્યો. હાલ પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.
તસ્વીરો સાંકેતિક છે.
મળતી વિગતો અનુસાર, બેંગ્લોર સુબ્રમણ્યનગરમાં રેહતા વિનયે (નામ બદલેલું છે) કહ્યું કે, તેણે પાછલા વર્ષે 24 નવેમ્બરે ચિકનમંગલુરુની સુમિત્રા (નામ બદલ્યુ છે) સાથે લગ્ન કર્યા હતા. જૂનમાં જ તેમની સગાઈ થઈ હતી. વિનય એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરે છે, જ્યારે સુમિત્રા એક સરકારી કર્મચારી છે.
વિનાયે કહ્યું કે, તેણે સગાઈ માટે 1.2 લાખ રૂપિયા અને લગ્ન માટે 7.6 લાખ રૂપિયા ખર્ચ કર્યા. સુહાગરાત માટે 15 ડિસેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી હતી. સંદેશે કહ્યું, 13 ડિસેમ્બરની રાત્રે મને મારી પત્નીના ફેસબુક મેસેન્જર પર એક અન્ય વ્યક્તિ સાથે અશ્લીલ હરકત કરતો ફોટો મળ્યો. ફોટો સાથે એક મોબાઈલ નંબર આપ્યો હતો. મે નંબર ડાયલ કર્યો અને બીજી તરફના વ્યક્તિએ પોતાનું નામ મુકેશ (નામ બદલ્યું છે) જણાવ્યું.
તેણે કહ્યું કે, સુમિત્રા અને તે 7 વર્ષથી રિલેશનશિપમાં હતા. મુકેશે દાવો કર્યો કે તેણે અને સુમિત્રાએ 30 જૂન, 2019એ પોતાની સગાઈ બાદ પણ શારીરિક સંબંધ બાંધવાના ચાલું રાખ્યા હતા. આ બાદ મને મુકેશનો એક અશ્લીલ વિડીયો મળ્યો. જેમાં સુમિત્રા તેની સાથે અશ્લીલ હરકતો કરી રહી હતી. મને 10 અને 12 ડિસેમ્બરની રાત્રે મુકેશ અને સુમિત્રા વચ્ચે વોટ્સએપ મેસેજના સ્ક્રીનશોટ મળ્યા.
એક મેસેજમાં સુમિત્રા જણાવે છે કે તે મુકેશને પસંદ કરે છે, જ્યારે તેના પરિવારના સદસ્યો મને પસંદ કરે છે. અશ્લીલ ક્લિપ મળ્યા બાદ, વિનયે ડિસેમ્બર 2019માં હસન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. ફોટો અને વિડીયોની તપાસ બાદ પોલીસે મુકેશની ધરપકડ કરી, જેને 7 વર્ષ સુધી સુમિત્રા સાથે સંબંધ હોવાની વાત સ્વીકારી લીધી.
વિનાયે કહ્યું કે, સુમિત્રાના મામાએ તેને પોલીસમાં જવાની ધમકી આપી હતી. ફરિયાદીએ કહ્યું, સુમિત્રાએ એક લેટર મૂક્યો, જેમાં તેણે આત્મહત્યાની ધમકી આપી અને વિનય અને તેના પરિવારને આ પાછળ જવાબદાર ગણાવ્યા.
વિનયના નિવેદનના આધારે પોલીસે IPCની કલમ 406 અને 506 અંતર્ગત મામલો દાખલ કર્યો છે. તપાસ અધિકારીએ કહ્યું કે, આ એક ગૂંચવાયેલો મામલો છે કારણ કે અમારી પાસે તપાસ કરવાની વધારે સ્વતંત્રતા નથી. તસવીરો અને વિડીયો પૂરાવાના આધારે અમારે સાબિત કરવું પડશે કે સુમિત્રાએ વિનયને દગો દીધો છે.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.