ઓછામાં ઓછા 276 ભારતીય કોરોના વાયરસથી અસરગ્રસ્ત થયા હોવાની જાણકારી સરકારે લોકસભામાં આજે આપતાની સાથે જ ભારતીય અને ચિંતા વધી ગઈ છે. 276 ભારતીયોમાંથી ઈરાનમાં 255, યુએઈમાં 12, પાંચ ભારતીય ઇટાલીમાં હોવાની માહિતી સામે આવી છે. આ સિવાય હોંગકોંગ, કુવૈત, રવાન્ડા અને શ્રીલંકામાં એક ભારતીય હોવાની જાણકારી સામે આવી છે.
લેખિત જવાબમાં વિદેશ રાજ્ય મંત્રી શ્રી મુરલીધરનએ જણાવ્યું કે 276 જેટલા વિદેશી ભારતીયો કોરોના ગ્રસ્ત છે. જેમાંથી ઈરાનમાં 255, યુએઈમાં 12, ઈટાલીમાં પાંચ, અને હોંગકોંગ, કુવૈત, રવાન્ડા અને શ્રીલંકામાં એક એક ભારતીય કોરોના થી પીડાઈ રહ્યા છે. ઈરાન થી અત્યાર સુધીમાં ૫૩ ભારતીયોનો ચોથો જથ્થો સોમવારે ભારત આવી ચૂક્યો છે. જ્યારે અત્યાર સુધી 389 ભારતીયોને ઈરાનથી ભારત પરત લાવી ચુકાયા છે.
ઈરાન એ દેશોમાંથી છે કે જ્યાં સૌથી વધુ કોરોના વાયરસના દર્દીઓ સામે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ૭૦૦ થી વધુ મૃત્યુ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે ૧૪ હજારથી વધુ કેસ સામે આવ્યા છે. હાલમાં ભારત સરકાર આ તમામ ભારતીયોને દેશમાં પરત લાવવા માટે મહેનત કરી રહી છે.
પોલીસે કોરોનાથી લોકોને બચાવવા લગાવ્યા ઠુમકા, કર્યો અનોખો ડાન્સ. જુઓ વાયરલ વિડીઓ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.