ભાજપની ટોપી ન પહેરી તો યુવતીને ફટકારવામાં આવી, કોલેજે પીડિતાને સસ્પેન્ડ કરી

ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લા ની અંદર 22 વર્ષની યુવતીને તેના ક્લાસ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ કોલેજ ટ્રિપ દરમિયાન હેરાન કરી હતી. આ વિદ્યાર્થીઓએ તેને એટલા…

ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લા ની અંદર 22 વર્ષની યુવતીને તેના ક્લાસ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ કોલેજ ટ્રિપ દરમિયાન હેરાન કરી હતી. આ વિદ્યાર્થીઓએ તેને એટલા માટે હેરાન કરી હતી કે તેણે ભાજપ ની ટોપી પહેરવાનો ઇનકાર કરી દીધો હતો. આ ઘટના બાદ ચોંકાવનારી વાત સામે આવી છે, કે હવે કોલેજે આ વિદ્યાર્થિનીને સસ્પેન્ડ કરી દીધી છે.

કોલેજ નું કહેવું છે કે વિદ્યાર્થીની ને ફરિયાદ સેલ સમક્ષ આવીને પોતાનો સ્ટેટમેન્ટ નોંધાવવામાં કહેવામાં આવ્યું હતું પરંતુ તે ના આવી એટલે તેની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી હતી. આ યુવતીએ મેરઠ એસએસપીને પત્ર લખીને ઘટનાની પૂરેપૂરી જાણકારી આપી હતી. વિદ્યાર્થિનીનો એવો પણ આરોપ છે કે, તેની ઉપર ફરિયાદ પાછી ખેંચવાનું દબાણ પણ કરવામાં આવી રહ્યું છે.

સૂત્ર અનુસાર જાણવા મળ્યું છે કે વિદ્યાર્થીની પર કાર્યવાહી ના કેટલાક કલાક પહેલાં બજરંગ દળ અને વિશ્વ પરિષદના કેટલાક કાર્યકર્તા કોલેજના વહીવટદારોને મળવા આવેલા હતા. તે લોકોએ કોલેજમાંથી કાઢી નાખેલા બંને વિદ્યાર્થીઓને પાછા લેવાની માંગ કરી હતી.

બજરંગ દળ વેસ્ટના યુપી કન્વીનર બલરાજ ડુંગરે કહ્યું કે, “જ્યારે કોલેજ ટ્રીપ દરમિયાન હાજર વિદ્યાર્થીઓનું કહેવું છે કે, વિદ્યાર્થીની ટ્વિટર પર ખોટું બોલી રહી હતી, તો પછી વિદ્યાર્થીઓને શા માટે કાઢવામાં આવ્યા. જ્યારે કે તપાસ હજુ ચાલુ જ છે. અમે ઈચ્છીએ છીએ કે વિદ્યાર્થીઓનું સસ્પેન્શન પાછું ખેંચવામાં આવે.”

અને બીજી બાજુ કોલેજના ડાયરેક્ટર એસ.એમ. શર્માએ કહ્યું કે, “વિદ્યાર્થિનીએ 3 એપ્રિલે પોતાની ફરિયાદ નોંધાવી હતી. તે પછી તેને ફરિયાદ સેલ તરફ થી સ્ટેટમેન્ટ નોંધાવવા માટે ઘણી વખત બોલાવવામાં આવી હતી. પરંતુ તે એક પણ વાર ના આવી. અને જ્યારે અમે લોકોએ વિદ્યાર્થીની સામે અનુશાસનાત્મક કાર્યવાહી કરતા તેને સસ્પેન્ડ કરી છે. અને આ ઉપરાંત જ્યારથી અમે આરોપી બે વિદ્યાર્થીને સસ્પેન્ડ કર્યા છે, ત્યારથી અમારા ઉપર ઘણું દબાણ આવી રહ્યું છે.

પોલીસને અપાયેલી ફરિયાદમાં વિદ્યાર્થિનીએ લખ્યું છે કે, “મેં મારી વાત કહેવા માટે ટ્વીટરનો ઉપયોગ કર્યો હતો, પરંતુ કોલેજવાળા, વિદ્યાર્થીઓ અને બીજા લોકોએ તેને રાજકીય અને સાંપ્રદાયિક રંગ આપી દીધો છે. અને તે લોકો મારી વ્યક્તિગત તસ્વીર અને વિડીયો પણ ષડયંત્ર માટે ઉપયોગ કરી રહ્યા છે. સાથે સાથે મારી ઉપર ફરિયાદ પાછી લેવાનું દબાણ કરવામાં આવી રહ્યું છે.”

ઘટનાનો ઉલ્લેખ કરતી વિદ્યાર્થીનીએ ૩ એપ્રિલે ટ્વીટ કર્યું હતું કે, ” 2 એપ્રિલએ હું કોલેજ ટ્રિપ પર આગ્રા ગઈ હતી. 55 વિદ્યાર્થીઓમાંથી હું એકમાત્ર મુસ્લિમ વિદ્યાર્થીની હતી. અમારી સાથે 4 ફેકલ્ટી સદસ્ય હતા. જેમાં 2 પુરુષ હતા. તે સમયે દારૂ પીધા બાદ વિદ્યાર્થીઓએ ન કરવાની હરકતો શરૂ કરી દીધી અને તેમણે મને ટાર્ગેટ બનાવી.”
તેણે ટ્વિટ પર એ પણ લખ્યું કે,” તે ઘણો સામાન લઈને પણ આવ્યા હતા, જેની અંદર ભાજપની ટોપીઓ વગેરે સામાન હતો. તે વિદ્યાર્થીઓએ મને જબરજસ્તી ટોપી પહેરવા માટે દબાણ કર્યું, અને જ્યારે મેં ના પાડી, ત્યારે તેમણે મારી સાથે ગેરવર્તણૂક શરૂ કરી દીધી.. તે વિદ્યાર્થીઓ મને ખોટી જગ્યાએ સ્પર્શ કરવાનું શરૂ કર્યું. આ બધું બસમાં બની રહ્યું હતું, જેમાં બે પુરુષ ફેકલ્ટી મેમ્બર પણ હતા, પરંતુ તેઓએ કંઈ ખાસ ધ્યાન દોર્યું નહીં.”

કોલેજ વહીવટીતંત્રએ લેખિત ફરિયાદના આધારે બંને વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દીધા હતા. આ વિદ્યાર્થિનીની ટ્વીટ ઝડપથી વાયરલ થવા લાગી. તેને કોંગ્રેશ સંસદ શશી થરુરે રિક્વેસ્ટ કરતા કેન્દ્ર પર નિશાન સાધ્યું હતું.

કોંગ્રેસ સાંસદ શશિ થરુરે કહ્યું કે,” જો આ મોદીનું ન્યૂ ઇન્ડિયા છે, તો હું અમારું ઓલ્ડ ઇન્ડિયા પાછુ છું.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *