ગુજરાત બિન અનામત વર્ગ માં આવતા બીનઅનામતના વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. આયોગ સાથે જોડાણના નામે વિદ્યાર્થીઓ સાથે છેતરપીંડી કરવામાં આવી રહી હતી. લોન મંજૂર કરાવવા કન્સલ્ટન્સી ની ઓફીસ ખોલીને બેસેલો ઇસમ વિદ્યાર્થીઓ પાસેથી ૨ લાખની ફી વસૂલતો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે. લોન પાસ કરાવતા હોવાનો કન્સલ્ટન્સીનો દાવો. બિન અનામત આંદોલન સમિતિના દિનેશ બાંભણીયા, પૂર્વીન પટેલ સહિતના સભ્યોએ જનતા રેડ કરી હતી.
જે કન્સલટન્સીની ઓફિસમાં જનતા રેડ કરવામાં આવી હતી તે વ્યક્તિ દિનેશ પટેલ હોવાનું બહાર આવ્યું છે, તેની શ્રીજી કન્સલટન્સી નામની કંપની દ્વારા પૈસા લઈને વિદ્યાર્થીઓને લોન અપાવી રહ્યો હોવાનું સ્વીકાર્યું હતું. આવી કોઈ કન્સલટન્સી ને આયોગ દ્વારા કોઈ પરમીશન આપવામાં આવી ન હોવા છતાં આ કૃત્ય કરીને લોન મેળવવા ઈચ્છુક લોકોની સાથે ખોટી રીતે પૈસા લેવાની કામગીરી સામે જનતારેડ થતા આયોગની કામગીરી સામે પણ સવાલો થઇ રહ્યા છે.
આ બાબતે ગુજરાત બિનઅનામત વર્ગના નિગમના ચેરમેન બી એચ ઘોડાસરા સાથે વાતચિત કરતા Trishul News ને જણાવ્યું હતું કે, જો આવી કોઈ ઘટના બની છે, અને અમારી પાસે કોઈ ફરિયાદ આવી છે તો અમે આ બાબતે તરત જ ફોજદારી ગુનો દાખલ કરાવીશું અને અમારા દ્વારા આવી કોઈ વ્યક્તિ કે એજન્સી રાખવામાં આવેલ નથી જેથી કોઈ જનતા એ છેતરાવું નહી. આવી એજન્સીઓ આયોગના નામે છેતરપીંડી ન કરે એ માટે અમે પેપર માં જાહેરાત પણ આપીએ છીએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.