ગુજરાતમાં પણ કોરોનાનો પગ પેસારો, એકસાથે 2 કેસ આવ્યા સામે. જાણો વિગતે

ગુજરાત રાજ્યના રાજકોટ અને સુરતમાં કોરોનાના એક એક કેસ સામે આવ્યા છે. ગુજરાત સૌ પ્રથમ બે કેસ પોઝીટીવ નોંધાતા તંત્ર સાબદુ થયું છે.ગુજરાતમાં પણ કોરોનાનો પગપેસારો થયો છે. રાજ્યમાં 2 કેસ પોઝિટીવ નોધાયા છે. ગુજરાત સરકારે ટ્વીટ કર્યું છે કે રાજકોટ અને સુરતમાં 2 કેસ પોઝિટીવ મળ્યા છે. ગુજરાત અત્યારસુધી બાકાત હતું. આજે 2 પોઝિટીવ કેસ મળતાં જ હડકંપ મચી ગયો છે.

સમગ્ર ભારતમાં કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે કેન્દ્ર સરકારે દેશવાસીઓ માટે ફરી એક વખત નવી એડવાઇઝરી જાહેર કરી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ યોજી સ્પષ્ટતા કરી કે સરકાર કોરોના સામે લડવા પૂરી રીતે સક્ષમ છે. સાથે જ આ મામલે લોકો સાવચેતી રાખે અને જાગૃતિ કેળવે એ પણ જરૂરી છે. જે અંતર્ગત સરકારે જાહેર સ્થળોએ લોકોને એકઠા ન થવા તાકીદ કરી છે. સાથે જ 65 વર્ષથી વધુ વયના વ્યક્તિઓ તેમજ 10 વર્ષથી નીચેના બાળકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે.

ભારતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોનાના કુલ 180 કેસ પોઝિટીવ આવ્યા છે. જ્યારે કે 4 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 49 થઈ ગઈ છે. તો વળી ચંદીગઢમાં કોરોનાનો વધુ એક કેસ સામે આવ્યો છે. લંડનથી પરત આવેલી યુવતીમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યો છે. કોરોનાની દહેશત વચ્ચે રાજસ્થાન અને નોઈડામાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. તો વળી ઉત્તર પ્રદેશમાં 17 કેસ નોંધાયા છે. જેમા આગરામાં આઠ કેસો નોંધાયા છે. ગાઝિયાબાદમાં બે અને નોઈડામાં ચાર કેસ નોંધાયા છે. યુપી બાદ તેલંગાણામાં કોરોના વાયરસના વધુ સાત કેસ સામે આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *