રાજ્યમાં એકબાજુ કોરોનાનો કહેર વધી રહ્યો છે, ત્યારે ખેડૂતો ચિંતિત બને તેવા અહેવાલ મળી રહ્યા છે. હાલ દેશ સહિત વિશ્વમાં એકપછી એક મુશ્કેલીઓ આવી રહી છે. ત્યારે હવામાન વિભાગે આગામી 25મી માર્ચે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. રાજ્ય પર 25 માર્ચે થન્ડર સ્ટોર્મ એક્ટિવિટી થવાની સંભાવના છે. જેથી ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વાતાવરણમાં પલટો આવી શકે છે. જેથી 25મી માર્ચે બનાસકાંઠા, વલસાડ,જૂનાગઢ અને કચ્છમાં સામાન્ય વરસાદ પડી શકે છે. જેના કારણે ભરઉનાળે વાતાવરણમાં પલટો આવી શકે છે.
ગુજરાતમાં એક તરફ કોરોનાના 15 કેસ નોંધાઈ ચૂક્યા છે. ત્યારે લોકો પણ વાતાવણમાં ઉઘાડ આવે તેવી આશા રાખી રહ્યા હતા. આ વચ્ચે હોળી બાદ પણ હવે મેઘરાજા ફરી નવી ઈનિંગ સાથે વિલન સાબિત થાય તેવા એંધાણ વર્તાય રહ્યા છે. મહત્વનું છે કે, કોરોના વાયરસ ભેજવાળા વાતાવરણમાં સૌથી વધારે ફેલાય છે. આ સમયે જો વરસાદ પડે તો રૂપાણી સરકાર દ્વારા કરવામાં આવેલી તમામ તૈયારીઓ પર પાણી ફરી જાય. હૈદરાબાદમાં કોરોના વાયરસના પગપેસારા વચ્ચે પડેલા વરસાદના કારણે રોગચાળો ફેલાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે મેઘરાજા જો ગુજરાતમાં પણ જમાવટ બોલાવશે તો રાજ્ય સરકાર દ્રારા કરવામાં આવેલી તૈયારીઓ પર પાણી ફરી વળશે. કારણ કે બાદમાં કોરોનાને રોકવો એ સૌથી મુશ્કેલ પરિસ્થિતિ હશે.
જો માવઠું વધારે થશે તો રવિ પાકને પારવાર નુકશાન થઈ શકે છે. રવિ પાક ઉપરાંત કેરીમાં પણ નુકશાની થવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. લાંબુ ચોમાસું અને કમોસમી વરસાદના કારણે અગાઉથી જ ખેડૂતોની સ્થિતિ ખરાબ હતી આમ ફરીથી જો કમોસમી વરસાદ પડે તો ખેડૂતોને રોવાનો વારો આવે તેવી વકી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.