મન કી બાત: કોરોનાને હરાવી સ્વસ્થ થયેલા લોકો સાથે પીએમ મોદીએ કરી વાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે પોતાના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં એવા લોકો સાથે વાત કરી જેવો કોરોનાવાયરસ ના સંક્રમણમાં આવ્યા અને ઇલાજ કરાવી સાજા થઈ ગયા છે.પ્રધાનમંત્રી મોદીએ સોફ્ટવેર એન્જિનિયર રામ અને આગ્રાના અશોક કપૂર સાથે વાત કરી.રામે કહ્યું કે lockdown જેલ જેવું નથી અને લોકો નિયમોનું પાલન કરી સાજા થઇ શકે છે. જ્યારે અશોક કપૂરે કહ્યું કે તેઓ આગ્રાના સ્વાસ્થ્ય કર્મીઓ અને સ્ટાફને ધન્યવાદ આપવા માગે છે, જેમના લીધે તેઓ સાજા થયા.તેમણે કહ્યું કે દિલ્હીના હોસ્પિટલના કર્મચારી અને સ્ટાફે તેમની મદદ કરી.

મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ કોરોના દર્દીઓના ઈલાજ કરનાર ડોક્ટર સાથે વાત કરી. તેમણે ડોક્ટરોને જણાવ્યું કે તેઓ તેમના પુરા પ્રયત્નો સાથે કોરોના દર્દીઓનો ઇલાજ કરી રહ્યા છે. પ્રધાનમંત્રીએ આચાર્ય ચરક ની પંક્તિઓ ની ચર્ચા કરતા કહ્યું કે જે વગર કોઈ ભૌતિક ઈચ્છા એ દર્દીઓની સેવા કરે છે, તે જ સૌથી સાચો અને સૌથી સારો ડોક્ટર છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે તે તમામ નર્સોને પણ સલામ કરે છે જે અતુલનીય નિષ્ઠા સાથે દર્દીઓની સેવા કરી રહ્યા છે.

જણાવી દઈએ કે એટલી માંથી પરત ફરેલા દિલ્હીમાં એક વ્યક્તિએ પોતાના ઘરમાં બર્થડે પાર્ટી આપી. પાર્ટીમાં લગભગ 25 લોકો સામેલ થયા હતા. પાર્ટી પૂરી થયા બાદ તમામ લોકો પોતાના ઘરે પાછા આવી ગયા.પરંતુ ઘરે આવ્યા બાદ તેમને ખબર પડી કે જે વ્યક્તિના ઘરે તેઓ બર્થ-ડે પાર્ટીમાં ગયા હતા તે કોરોના નો દર્દી છે. જોતજોતામાં હડકંપ મચી ગયો. 40થી વધારે બાળકોની તપાસ થઈ ગઈ. બે શાળાઓ બંધ કરાવી દેવામાં આવી અને સાથે જ બાકી તે તમામ લોકોને શોધવામાં આવ્યા જે પાર્ટીમાં સામેલ થયા હતા. તેમાંના ઘણા લોકો આગરા પાછા આવી ચૂક્યા હતા. તે તમામ લોકોની તપાસ થઇ. તેમાંથી પણ છ લોકો પોઝિટિવ મળી આવ્યા.

https://trishulnews.com/covid-19-corona-virus-updates-in-gujarat/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *