કોરોના છોડાવશે વ્યસન: સિગારેટ અને માવાપ્રેમીઓ માટે આવ્યા દુઃખના મોટા સમચાર

ગુજરાતમાં માવાપ્રેમીઓની સંખ્યા વધારે છે. પાન માવા કે મસાલા પર આ વસ્તુ ખાવાથી કેન્સર થાય છે તેવી જાહેર ખબર છાપવા છતાં લોકો હોશેહોશે ખાય છે. છતાં કોઈ છોડવા તૈયાર થતું ન હતું, પણ આજે કોરોના વાયરસે પ્રથમ વાર ગુજરાતની માવાપ્રેમી જનતાને માવા છોડવાનો એક વિકલ્પ આપ્યો છે. રખે ને 15 દિવસ સુધી કોઈ ધુમ્રુપાનની એક પણ વસ્તુને હાથ ન અડકાવે તો આ લત્ત છૂટી પણ જશે. જે ફાયદામાં જ રહેશે.

ભારતબંધના કારણે બંધ દરેક બજારોમાં પાન-સિગારેટના ગલ્લાવાળા તેમજ દારૂનો સપ્લાય કરતા એજન્ટો ખુબ સારી કમાણી કરી રહ્યા છે. તે દરેક એજન્ટો પાસે જે સ્ટોક પડ્યો છે તેમાંથી તેઓ મોટો ધંધો કરી રહ્યાં છે. તેમની પાસે પડેલા પાનમસાલાના સ્કોટને વેચવા માટે તેમણે તેના ભાવમાં 10-10 ગણો વધારો કરી દીધો છે. હવે તમે તો સપનામાં પણ નહિ વિચાર્યું હોય કે આવી વસ્તુઓમાં પણ ઘોર કાળાબજારી થશે.

પાનના ગલ્લાધારકો પાસે બે જગ્યાએ સ્ટોક હોય છે. એ ઉપરાંત ડિલરો પાસે પણ સ્ટોક મોજૂદ જોવા મળે છે. પાન, બીડી અને સિગારેટ તેમજ ગુટખાના વ્યસનીઓ વ્યસન વિના તડપી રહ્યાં છે તેથી તેઓ મ્હોં માગ્યા ભાવ આપે છે. સિગારેટના એક પેકેટનો ભાવ 100 રૂપિયાની આસપાસ હોય છે પરંતુ અત્યારે એજન્ટો પાસેથી 250 થી 300 રૂપિયાના ભાવે મળે છે. કેટલાક ડિલરોએ તેમની છૂપી દુકાનો શરૂ કરી દીધી છે. તંબાકુવાળા માવા પણ 50 રૂપિયામાં વેચાઈ રહ્યા છે.

આ સમસ્યા માત્ર શહેરી વિસ્તારમાં એટલા માટે છે કે ત્યાં કોરોના વાયરસના પોઝિટીવ કેસોની સંખ્યા વધારે છે. ગ્રામ્ય વિસ્તારમાં હજી કેસ જોવા મળ્યા નથી તેથી ત્યાં પાનના ગલ્લા ખુલ્લા રહે છે. પોલીસ પેટ્રોલિંગ પણ બહું ઓછું થાય છે, કારણ કે પોલીસે શહેરી વિસ્તારોને પેટ્રોલિંગ માટે ટારગેટ બનાવ્યા છે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા શહેરોમાં વ્યસનીઓ પોતાની ચીજવસ્તુઓ લેવા માટે ગ્રામ્ય વિસ્તારમાં આંટો મારી આવે છે.

ગાંધીનગરના સચિવાલયમાં પણ વ્યસનીઓ માટે કેટલાક એજન્ટો ફૂટી નિકળ્યા છે. જૂના અને નવા સચિવાલયમાં ચોક્કસ વ્યક્તિઓ માલનો સપ્લાય કરે છે પરંતુ વધુ ભાગ પડાવે છે. ગુટકાનું પેકેટ 130 રૂપિયાનું આવે છે પરંતુ અત્યારે 350 રૂપિયે વેચાય છે. ખેનીના ચાહકોને એક પકેટના 20 રૂપિયા આપવા પડે છે.

https://trishulnews.com/covid-19-corona-virus-updates-in-gujarat/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *