સુરતમાં લોકડાઉનના લીરે લીરા- સરકારી પ્રોજેક્ટમાં સુરક્ષા વગર કામ કરી રહ્યા છે સેંકડો મજૂરો

દેશભરમાં લોકડાઉન ને કારણે તમામ ખાનગી સરકારી પ્રોજેક્ટો પર કામ કરતા બાંધકામ કરનારા મજુરો પણ કામ કરી નથી શકતા. સરકાર દ્વારા જીવનજરૂરીયાત સિવાયના તમામ કામકાજો બંધ કરવી દેવામાં આવ્યા છે. તે વચ્ચે સુરતમાં સરકારી પ્રોજેક્ટ પર કામ કરી રહેલા સેંકડો મજૂરોનો વિડીયો વાઈરલ થતા ચારેકોર આ  મજુરો શા માટે હજુ કામ કરી રહ્યા છે તેવા સવાલો થઇ રહ્યા છે. તંત્ર દ્વાર્રા ડ્રોન કેમેરાની મદદથી લોક ડાઉનનો ભંગ કરનાર સામે ગુનો નોંધાઈ રહ્યો છે. કોઈ રોજગાર કે ઉદ્યોગો શરુ નથી ત્યારે સુરત ડાયમંડ બુર્સમાં કોરોનાથી બચવાના સાધનો વગર મજુરો કામ કરી રહ્યા હોવાનો વિડીયો વિરલ થતા ચકચાર મચી છે.

સુરતમાં ખજોદ ડાયમંડ બુર્સ ના બાંધકામમાં લોકડાઉનના લીરેલીરા ઉડ્યા છે. કામદારો, મજૂરો પાસે હજુ સુધી કામ કરાવાઈ રહ્યું છે. માસ્ક અને અન્ય કોઈ જાતની સેફ્ટી નથી. કોરોનાની કોઈ જ ગંભીરતા અહીં જોવા મળી નથી રહી.

ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટ સરકાર હસ્તકનો છે, જ્યાં હીરા ખરીદ વેચાણનું કેન્દ્ર બનવાનું છે. આ કામદારોને કોઈ સુરક્ષા પ્રસાધનો આપ્યા વગર જ કામ કરાવાઈ રહ્યું છે.

જાણે કે આ મજૂરો કોરોના પ્રૂફ હોય! તંત્રની જાણ બહાર જ આ મજુરો પાસે કામ કરાવતું હશે કે કેમ તે અંગે કેટલાય સવાલો ખડા થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *