દુનિયાનું સૌથી મોટું વ્રુક્ષ કબીરવડ નહિ પરંતુ આ છે

વડ એ એક મોટું આયુષ્ય ધરાવતું વિશાળ વૃક્ષ હોય છે. જેને હિંદુ પરંપરા અનુસાર પૂજનીય માનવામાં આવે છે. આમ તો વડના ઝાડ દુનિયાભરમાં ઉગી નીકળે છે, પરંતુ દુનિયાનું સૌથી વિશાળકાય જે વડનું ઝાડ છે તે ભારતમાં છે. તેનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ ચૂક્યું છે. આ વૃક્ષને ધ ગ્રેટ બન્યન ટ્રી નામથી ઓળખવામાં આવે છે. આ વૃક્ષ 250 વર્ષથી પણ વધારે જૂનું છે.

આ વિશાળકાય વડનું વૃક્ષ આચાર્ય જગદીશચંદ્ર બોઝ બોટનિકલ ગાર્ડન માં આવેલું છે. આ વૃક્ષને 1887માં લાવવામાં આવ્યું હતું. એ વખતે તેની ઉંમર ૨૦ વર્ષની હતી. આ વૃક્ષની શાખાઓ તેમજ મુળ એટલા બધા વધારે છે કે જેનાથી એક આખું જંગલ જ બની ગયું.તેને જોઈને કોઈ પણ અંદાજો લગાવી શકે છે કે આ ફક્ત એક જ વૃક્ષ છે.

14,500 વર્ગ મીટરમાં ફેલાયેલું આ વૃક્ષ લગભગ 24 મીટર ઊંચું છે. તેની ત્રણ હજારથી વધારે વડવાઈઓ છે જે હવે મૂળમાં બદલાઈ ચૂકી છે. આ જ કારણે તેને દુનિયાનું સૌથી બહોળું વૃક્ષ કે વોકિંગ ટ્રી પણ કહેવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ વૃક્ષ પર પક્ષીઓની 80થી વધારે પ્રજાતિઓ રહે છે.

વર્ષ 1884 અને 1925માં કલકત્તામાં આવેલા ચક્રવર્તી તોફાનોએ પણ આ વૃક્ષને ખૂબ નુકસાન પહોંચાડ્યું હતું. તેના કારણે ઘણી શાખાઓ હતી એટલા માટે તેને કાપવી પડી હતી.તેમ છતાં આ વૃક્ષ દુનિયાના સૌથી વિશાળ વૃક્ષ તરીકે પ્રસિદ્ધ છે.

વર્ષ 1987માં ભારત સરકારે આ વિશાળકાય વડના સન્માનમાં પોસ્ટ ટિકિટ પણ જાહેર કરી હતી.તેને બોટનીકલ સર્વે ઓફ ઇન્ડિયા નું પ્રતીક ચિન્હ પણ માનવામાં આવે છે.આ વૃક્ષની દેખભાળ તે લોકોની એક ટીમ કરે છે જેમાં વનસ્પતિ વૈજ્ઞાનિક થી લઈને માળી સુધી તમામ લોકો કામ કરે છે. સમયે સમયે તેની તપાસ કરવામાં આવી રહી છે જેનાથી તેને કોઈ નુકસાન ન પહોંચે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *