દેશમાં કોરોનાવાયરસના ફેલાતા સંક્રમણથી બચવા માટે સરકાર અને વિશેષજ્ઞોએ લોકો સામે સાફ-સફાઈ સાથે સાથે સેનેટાઈઝર નો ઉપયોગ કરવાની અપીલ કરી છે. જોકે કોઈમ્બતુરમાં આ સેનેટાઈઝરના કારણે એક વ્યક્તિનો જીવ ચાલ્યો ગયો.
હકીકતમાં કોઈમ્બતુરમાં એક ૩૫ વર્ષના વ્યક્તિને દારૂની તલપ લાગી હતી પરંતુ દારૂના મળતાં તે સેનેટાઈઝર પી ગયો. જે વ્યક્તિનું મૃત્યુ થયું તે એજન્સીમાં ગેસ ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો.
રિપોર્ટ અનુસાર જે વ્યક્તિએ સેનેટાઈઝર પીધા બાદ મૃત્યુ થયું હતું તે દારૂનો વ્યસની હતો. Lockdown ના કારણે દારૂ ન મળવાથી તે ખૂબ હેરાન હતો. આ દરમિયાન તેણે એજન્સીએ જે સેનેટાઈઝર હાથ સાફ રાખવા માટે આવ્યું હતું તે પીને યુવકની તબિયત બગડવા લાગી.
ત્યારબાદ તે યુવકની પત્ની તેને હોસ્પિટલ લઇ ગઈ ત્યાં સુધી મોડું થઇ ચુક્યું હતું. ડોક્ટરે તેમને મૃત જાહેર કરી દીધો.આ યુવકના શરીર ને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે અને પોલીસ અધિકારીઓ મામલાની તપાસ કરી રહ્યા છે.
જણાવી દઈએ કે આના પહેલા પણ એવું એક મામલો સામે આવી ચૂક્યો છે.કેરળના એક જેલમાં કોરોનાવાયરસ થી બચવા માટે બનાવવામાં આવી રહેલ સેને ટાઈઝર ને એક કેદી એ દારૂ સમજી પી લીધું અને તેનું મૃત્યુ થઈ ગયું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news