69 હજાર શિક્ષકોની ભરતીમાં મોટો કૌભાંડ: 95% માર્ક્સની સાથે ટોપ આવનારને રાષ્ટ્રપતિનું નામ પણ ખબર નથી

દેશમાં શિક્ષણ મુદે ઘણીબધી વખત કૌભાંડ જોવા મળ્યા છે. ત્યારે ફરી એક વખત તેવી જ એક ઘટના ઉતર પ્રદેશથી સામે આવી છે. ઉતર પ્રદેશમાં 69…

દેશમાં શિક્ષણ મુદે ઘણીબધી વખત કૌભાંડ જોવા મળ્યા છે. ત્યારે ફરી એક વખત તેવી જ એક ઘટના ઉતર પ્રદેશથી સામે આવી છે. ઉતર પ્રદેશમાં 69 હજાર શિક્ષકોનું ભરતીમાં કૌભાંડ જોવા મળ્યું છે. શિક્ષકની ભરતી પરીક્ષામાં ટોપર આવેલ ધર્મેન્દ્ર પટેલને એ વાતનો ખ્યાલ નથી કે, દેશના રાષ્ટ્રપતિ કોણ છે? ધર્મેન્દ્ર લગ્ન-સમારંભોમાં ડીજે વગાડવાનું કામ કરે છે. હાલમાં ધર્મેન્દ્ર પટેલ પોલીસની કસ્ટડીમાં છે. કોર્ટના આદેશ બાદ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ ભરતી પ્રક્રિયાની તપાસ કરી રહી છે.

ટોપર સરળ સવાલોના જવાબ પણ આપી ન શકયો 

મળતી માહિતી અનુસાર, પ્રયાગરાજ પોલીસે ધર્મેન્દ્ર અને તેની જેવા બીજા 9 લોકોને નોકરી અપાવવાના નામે લાંચ લેવાના ઓરોપમાં રવિવારે ધરપકડ કરી હતી. એક અધિકારીએ જણાવ્યું કે, પુછપરછમાં ધર્મેન્દ્ર જનરલ નોલેજના સરળ સવાલોના જવાબ પણ ન આપી શકયો.

એસએસપી સત્યાર્થ અનિરુદ્ધ પંકજનું કહેવું છે કે, ભરતી કૌભાંડનો મુખ્ય આરોપી કે.એલ પટેલ છે. જે આ પહેલા જિલ્લા પંચાયતનો સભ્ય પણ રહી ચૂક્યો છે. ઉતર પ્રદેશના એજ્યુકેશન મિનિસ્ટર સતીશચંદ્ર દ્વિવેદીએ મંગળવારે કહ્યું હતું કે, હાઈકોર્ટના આદેશ બાદ ભરતી પ્રક્રિયા રોકવામાં આવી હતી. પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ મામલાની તપાસ કરી રહી છે.

રિઝલ્ટ પહેલા જ શરૂ થયો હતો આ વિવાદ

ભરતી પ્રક્રિયા ડિસેમ્બર 2018માં શરૂ થઈ ગઈ હતી. જોકે, વિવાદના કારણે મામલો કોર્ટમાં જતો રહ્યો હતો. પરીક્ષાના એક દિવસ બાદ જ સરકારે જનરલ કેટેગરી માટે મિનિમમ 65 ટકા અને રિઝર્વ કેટેગરી માટે 60 ટકા કરી દીધો છે. આ પહેલા જ્યારે 68500 પોસ્ટ પર ભરતી થઈ હતી ત્યારે જનરલ માટે કટ ઓફ 45 ટકા અને રિઝર્વ માટે 40 ટકા હતો. એવામાં કટ ઓફ બદલવાના નિર્ણયને ઉમેદવારોએ કોર્ટમાં પડકાર્યો હતો. આ કારણે રિઝલ્ટમાં લાંબો સમય લાગી ગયો. ગત મહિનાની 13 તારીખે જ રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *