કોરોનાવાયરસ થી દુનિયાભરમાં મોતની સંખ્યા સતત વધી રહી છે. એક અમેરિકન યુનિવર્સિટી અનુસાર રવિવાર સાંજ સુધી દુનિયામાં કોરોનાવાયરસ થી સંક્રમિત લોકોની સંખ્યા 17,93,224 થઈ ચૂકી છે. જ્યારે કુલ 110052 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. દુનિયામાં કોરાણા પોઝિટિવ લોકોના એવરેજ મૃત્યુ દર ૬.૧ ટકા થઈ ગયો છે. તેમજ ઈટલી, બ્રિટન, સ્પેન, ફ્રાંસ,બેલ્જિયમ અને નેધરલેન્ડમાં મોતનો દર ૧૦ ટકાથી પણ વધારે સુધી પહોંચી ગયો છે.
અમેરિકા, બ્રિટન, ફ્રાન્સમાં છેલ્લા કેટલાક દિવસોમાં મોતના આંકડાઓ ઝડપથી વધી રહ્યા છે.તેના કારણે જ હવે દુનિયામાં પોઝિટિવ મળી આવેલા લોકોના મૃત્યુ દર ૬.૧ ટકા થઈ ગયો છે.પરંતુ ડબ્લ્યુએચઓ આંકડાઓ અનુસાર ત્રણ માર્ચ સુધી દુનિયામાં કોરોના સંક્રમિત લોકોનો મૃત્યુદર ફક્ત ૩.૪ ટકા હતો.
અમેરિકામાં 20463, ઇટલીમાં 19468, સ્પેનમાં 16972, અને ફ્રાન્સમાં 13832 લોકોનો જીવ ચાલ્યો ગયો છે. સૌથી વધારે મોતના મામલામાં આ દેશો ટોપ ઉપર છે. તેમજ રવિવારે બ્રિટનમાં મોતનો આંકડો પણ 10612 થઈ ગયો હતો.
મૃત્યુદર ઘણા દેશોમાં ખૂબ વધારે છે. જ્યારે ઘણા દેશોમાં ઓછો. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી અનુસાર ગુજરાતી ગીત સંક્રમિત લોકોમાં ઇટલીમાં 12.10 ટકા અને બ્રિટનમાં 12.4 ટકા લોકોનું મૃત્યુ થયું છે. બેલ્જિયમમાં 11.9 ટકા,નેધરલેન્ડ્સમાં ૧૦.૮ ટકા તેમજ સ્પેન અને ફ્રાંસના મૃત્યુ દર ૧૦ ટકાથી થોડો વધારે છે. અમેરિકામાં મૃત્યુદર 3.9 ટકા છે.
ભારતમાં અત્યાર સુધી 8447 લોકો સંક્રમિત મળી આવ્યા છે. જ્યારે 273 લોકોનું મૃત્યુ થઈ. એ હિસાબથી જોવા જઈએ તો ભારતમાં મૃત્યુ દર ૩.૨ ટકા જ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news