પેસેન્જર ટ્રેનમાંથી મળી 5 દિવસ ની બાળકી, ભગવાન બનીને પોલીસ ઈન્સપેક્ટરે કરી મદદ

ખજુરાહો પેસેન્જર ટ્રેનમાં પાંચ દિવસની એક બાળકી ભૂખી-તરસી સ્થિતિમાં એક બાળકી મળી આવી છે. નવજાત બાળકી જીઆરપી પોલીસને ગોવિંદપુર રેલવે સ્ટેશનથી મળી આવી છે. બાળકીની…

ખજુરાહો પેસેન્જર ટ્રેનમાં પાંચ દિવસની એક બાળકી ભૂખી-તરસી સ્થિતિમાં એક બાળકી મળી આવી છે. નવજાત બાળકી જીઆરપી પોલીસને ગોવિંદપુર રેલવે સ્ટેશનથી મળી આવી છે. બાળકીની સ્થિતિ નાજૂક જણાવવામાં આવી રહી છે. તેને હેલટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસે માતા-પિતાને શોધવાનો ખૂબ પ્રયત્ન કર્યો. પરંતુ હજી સુધી તેમને સફળતા મળી નથી.

ભગવાન બનીને આવ્યા પોલીસ ઈન્સપેક્ટર

– ગોવિંદપુરી સ્ટેશનમાં તહેનાત પોલીસ ઈન્સપેક્ટર અમિતના જણાવ્યા પ્રમાણે, શનિવારે પ્લેટફર્મ નંબર બે પર ખજુરાહો પેસેન્જર 54161 ઊભી હતી.
– ઈન્સપેક્ટર અમિતે જણાવ્યું કે, હું ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને ખબર નહીં મારા મનમાં શું થયું કે, હું કોચમાં ચડીને જોવા લાગ્યો કે, બધુ ઠીક છે કે નહીં.
– ત્યાર મારી નજર ખૂંટી પર લટકેલા એક સફેદ રંગના ઝોલા પર પડી. એવુ લાગ્યું કે, અંદર કોઈ હાથ-પગ હલાવી રહ્યું છે. શંકા થઈ તો નજીક જઈને જોયું. ઝોલામાં જોતા જ હું આશ્ચર્યચકિત થઈ ગયો.
– ઝોલામાં એક નવજાત બાળકી હતી. ભૂખી-તરસી હોવાના કારણે બાળકીના હોઠ સફેદ થઈ ગયા હતા. મે તરત તેને ઝોલામાંથી બહાર કાઢીને પાણી પીવડાવ્યું અને પછી દૂધની વ્યવસ્થા કરીને દૂધ પીવડાવ્યું. ત્યારે તેને થોડી રાહત થઈ.

પછી ચાઈલ્ડ લાઈનને સોંપી બાળકી

– ત્યારપછી ઈન્સપેક્ટર અમિતે ચાઈલ્ડ લાઈનને બાળકી સોંપી હતી.
– ચાઈલ્ડ લાઈનની ટીમે બાળકીને હાલ હેલેટ હોસ્પિટલમાં દાખલ કરી છે. બાળકીની સ્થિતિ નાજૂક માનવામાં આવી રહી છે.
– ડોક્ટરે કહ્યું કે, સમયસર જો તેનો ઈલાજ કરાવવામાં આવ્યો ન હોત તો તેનું બચવું પણ મુશ્કેલ હતું. બાળકીનું વજન માત્ર દોઢ કિલો છે.
– ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે, બાળકી માત્ર પાંચ દિવસની છે. જો તેઓ બાળકીનો ઉછેર ન કરી શકતા હોય તો તેમણે ચાઈલ્ડ લાઈન કે અનાથ આશ્રમનો સંપર્ક કરવો જોઈએ. આ રીતે તેમને રઝળતી મુકી દેવાની ગંદી હરકત ન કરવી જોઈએ.

માતા-પિતા વિરુદ્ધ થઈ શકે છે કાર્યવાહી

– ચાઈલ્ડ લાઈનના ડિરેક્ટર કમલ કાંત તિવારીના જણાવ્યા પ્રમાણે, બાળ કલ્યાણ ન્યાયપીઠને લેખીતમાં સૂચના આપી દેવામાં આવી છે.
– તેમણે જણાવ્યું છે કે, આ કેસમાં માતા-પિતાને એક વર્ષની સજા અને રૂ. ત્રણ લાખનો દંડ થઈ શકે છે. જો આ બાળકીના માતા-પિતાનો પણ ખ્યાલ આવશે તો તેમના વિરુદ્ધ પણ સખત કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *